How To Make Cucumber Juice: કાકડી એક સુપર ફૂડ છે જેમાં 90% થી વધારે પાણીનું પ્રમાણ હોય છે. કાકડીનું સેવન કરવાથી બોડી હાઇડ્રેટ રહે છે. તેથી જ ઉનાળા દરમિયાન લોકો કાકડી ખાવાની સલાહ આપે છે. શરીરને ડીહાઈડ્રેટ રાખવાની સાથે કાકડી બ્લડ પ્રેશરને પણ ઝડપથી કંટ્રોલ કરે છે. ખાસ કરીને જો તમે કાકડીનું જ્યુસ બનાવીને બ્લડપ્રેશરના દર્દીને આપો છો તો તેનું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. કાકડી નું જ્યુસ પીવાથી ડાયજેશન પણ સુધરે છે અને પેટ સંબંધિત સમસ્યાઓ થતી નથી. તો ચાલો તમને જણાવીએ કે કાકડી નું જ્યુસ કેવી રીતે બનાવવું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


એકદમ સરળ છે પ્રોટીન પાવડર બનાવવાની રીત, આ Recipe ફોલો કરી 10 મિનિટમાં જ કરો તૈયાર


રવાનો ઉપયોગ કરીને બનાવો એકદમ ટેસ્ટી પાપડ, અડધા કપ રવાથી બનશે ડબ્બો ભરાય એટલા પાપડ


આ રીતે બનાવશો તો ટેસ્ટી, ક્રિપ્સી અને તેલ વિનાની બનશે બેડમી પુરી


કાકડીનું જ્યુસ બનાવવાની સામગ્રી


બે કાકડી
આદુનો ટુકડો
લીંબુ
લીલા ધાણા
ફુદીનો
સંચળ
મધ
બે કપ પાણી


જ્યુસ બનાવવાની રીત


સૌથી પહેલા કાકડીને બરાબર સાફ કરીને નાના નાના ટુકડા કરી લેવા. આ ટુકડાને એક બાઉલમાં લઈ તેમાં આદુ લીલા ધાણાભાજી ફુદીના ઉમેરો. આ બધી વસ્તુને મિક્સરમાં બરાબર રીતે પીસી લેવી. ત્યાર પછી મિક્સર જારમાં મધ લીંબુ પાણી સંચળ ઉમેરીને ફરી એકવાર પીસી લો. બધી જ વસ્તુ બરાબર પીસાઈ જાય પછી એક ગ્લાસમાં તેને ગાળીને કાઢી લો. તૈયાર છે કાકડી નું હેલ્ધી જ્યુસ.