રવાનો ઉપયોગ કરીને બનાવો એકદમ ટેસ્ટી પાપડ, અડધા કપ રવાથી બનશે ડબ્બો ભરાય એટલા પાપડ
Rava Papad Recipe: આ પાપડને પણ આખું વર્ષ સ્ટોર કરી શકાય છે અને તેને બનાવવા ખૂબ જ સરળ છે. ખાસ વાત એ છે કે માત્ર 1/2 કપ રવા માંથી પણ ઘણા બધા પાપડ બને છે અને તે પણ માત્ર 30 મિનિટમાં જ...
Trending Photos
Rava Papad Recipe: આજ સુધી તમે ચોખાના, અડદના પાપડ ખાધા હશે. પરંતુ આજે તમને રવામાંથી બનતા પાપડની રીત જણાવીએ. આ પાપડને પણ આખું વર્ષ સ્ટોર કરી શકાય છે અને તેને બનાવવા ખૂબ જ સરળ છે. ખાસ વાત એ છે કે માત્ર 1/2 કપ રવા માંથી પણ ઘણા બધા પાપડ બની જાય છે. અને તેનાથી પણ સારી વાત એ છે કે આ પાપડ બનાવતા 30 મિનિટનો જ સમય લાગે છે. તો ચાલો ફટાફટ નોંધી લો આ પાપડ બનાવવાની રીત.
આ પણ વાંચો:
રવાના પાપડ બનાવવાની સામગ્રી
અડધો કપ રવો
પાંચ કપ પાણી
બે ચમચી તેલ
એક નાની ચમચી બેકિંગ સોડા
જીરુ અડધી ચમચી
મીઠું સ્વાદ અનુસાર
પાપડ બનાવવાની રીત
સૌથી પહેલા ગેસ ઉપર એક તપેલું મૂકો અને તેમાં પાણી, રવો, તેલ, જીરુ, બેકિંગ સોડા અને મીઠું ઉમેરીને તેને ધીમા તાપે ઉકાળો. ગેસ ઉપર બધી વસ્તુને ધીમા તાપે ઉકાળવી અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું જેથી રવો નીચે ચોંટી ન જાય અને બરાબર રીતે ચડી જાય.
જ્યારે આ મિશ્રણ એકદમ ઘટ્ટ પણ નહીં અને એકદમ પાતળું પણ નહીં તેવું થઈ જાય એટલે ગેસને બંધ કરી લો. રવાનું મિશ્રણ ઠંડુ થઈ જાય પછી તેમાંથી પાપડ બનાવવાની તૈયારી કરો.
પાપડ બનાવવા માટે તમે જમીન ઉપર એક મોટી પોલીથીન પાથરો. આ પોલીથીન ઉપર એક એક ચમચી રવાનું બેટર લઈને તેને પાપડ નો આકાર આપી સ્પ્રેડ કરો. બધા જ બેટરને પોલીથીન ઉપર બરાબર રીતે પાથરી દો અને પછી બે દિવસ સુધી તેને તડકામાં સુકાવા દો.
પાપડ બરાબર રીતે ક્રિસ્પી થઈ જાય પછી તેને સ્ટોર કરી લો. ત્યારબાદ જ્યારે પણ જરૂર હોય ત્યારે આ પાપડને તળી અને ઉપયોગમાં લેવા. તમે તેને માઇક્રોવેવમાં શેકીને પણ ખાઈ શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે