આ રીતે બનાવશો તો ટેસ્ટી, ક્રિપ્સી અને તેલ વિનાની બનશે બેડમી પુરી

Oil Free Bedmi Puri Recipe: સવારે નાસ્તાથી લઈને રાતે જમવામાં શું બનાવવું તેને લઈને ગૃહિણીઓ ભારે મૂંઝવણમાં રહેતી હોય છે. તેવામાં આજે તમને સવારના નાસ્તા માટેની એક હેલ્ધી રેસિપી વિશે જણાવીએ. સવારના નાસ્તા માટે બેડમી પૂરી બેસ્ટ ઓપ્શન છે.

આ રીતે બનાવશો તો ટેસ્ટી, ક્રિપ્સી અને તેલ વિનાની બનશે બેડમી પુરી

Oil Free Bedmi Puri Recipe: પરિવારના સભ્યોને રોજ નવા નવા પ્રકારની વાનગીઓ ખાવી હોય છે. સવારે નાસ્તાથી લઈને રાતે જમવામાં શું બનાવવું તેને લઈને ગૃહિણીઓ ભારે મૂંઝવણમાં રહેતી હોય છે. આજે તમને સવારના નાસ્તા માટેની એક હેલ્ધી રેસિપી વિશે જણાવીએ. સવારના નાસ્તા માટે બેડમી પૂરી બેસ્ટ ઓપ્શન છે. આ ઉત્તર ભારતની એક વાનગી છે જેને સવારે નાસ્તામાં પીરસવામાં આવે છે. આ પૂરી બનાવવામાં ખૂબ જ સરળ હોય છે અને તે ક્રિસ્પી બને છે તેથી તેને દહીં સાથે, ચા સાથે કે બટેટાની સબ્જી સાથે ખાવાની મજા પડી જાય છે. તેમાં પણ જો તમે બેડમી પૂરીને આ રીતે બનાવશો તો જરા પણ તેલ પુરીમાં નહીં દેખાય. 

આ પણ વાંચો:

બેડમી પુરી બનાવવાની સામગ્રી

400 ગ્રામ ઘઉંનો લોટ
100 ગ્રામ રવો
200 ગ્રામ મગની દાળ
બે ચમચી તેલ
અડધી ચમચી ધાણાજીરું પાવડર
અડધી ચમચી લાલ મરચું પાઉડર.
ગરમ મસાલો સ્વાદ અનુસાર
એક ચમચી લીલા મરચા અને આદુની પેસ્ટ
મીઠું સ્વાદ અનુસાર
પૂરી તળવા માટે તેલ

બેડમી પુરી બનાવવાની રીત

સૌથી પહેલા મગની દાળને બે કલાક પાણીમાં પલાળી દેવી. બે કલાક પછી દાળને પાણીમાંથી કાઢીને મિક્સરમાં પીસી લેવી. દાળને પીસી લીધા પછી તેમાં આદુ અને મરચાની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરો. દાળની કરકરી પીસવાની છે. ત્યાર પછી તેમાં નમક સહિતના મસાલા પણ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. 

મસાલો તૈયાર કર્યા પછી એક બાઉલમાં ઘઉંના લોટમાં રવો મિક્સ કરો અને ત્યાર પછી દાળનો મસાલો ધીરે ધીરે ઉમેરીને કડક કણક બાંધી લો. આ લોટને અડધી કલાક માટે ઢાંકીને રાખો. 

અડધી કલાક પછી લોટમાંથી પુરી માટે લુવા બનાવીને પૂરી તૈયાર કરી ગરમ તેલમાં તળી લો. ગરમાગરમ પૂરીને તમે ચા, દહીં કે બટેટાના શાક સાથે પીરસી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news