Cycling Side Effects: સાઇકલ ચલાવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ એક એવી કસરત છે જે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો કરે છે. સાઇકલિંગ કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા પણ ઓછી થાય છે. નિયમિત સાઇકલિંગ કરવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે પરંતુ કેટલાક લોકો માટે સાઇકલિંગ જોખમ ભર્યું સાબિત થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક નહીં પરંતુ અનેક ફાયદા સાઇકલિંગ દ્વારા થાય છે પરંતુ કેટલાક લોકો સાઇકલિંગ કરે તો ફાયદાને બદલે નુકસાન થવાની સંભાવના વધી જાય છે. કયા લોકો માટે સાઇકલિંગ નુકસાનકારક છે ચાલો તમને જણાવીએ. 


કોના માટે સાઇકલિંગ જોખમી ? 


આ પણ વાંચો: સરળતાથી મળી જતી આ 5 સસ્તી વસ્તુઓ શરીર માટે છે અમૃત, લિવર, હાર્ટ બધું જ રહે છે હેલ્ધી


આંચકીના દર્દી 


જેમને આંચકી આવવાની સમસ્યા હોય તેમને કોઈ પણ સમયે એટેક આવી શકે છે આવી સ્થિતિમાં સાઇકલ ચલાવવાથી બચવું જોઈએ. જો સાઇકલ ચલાવતી વખતે આંચકી આવે તો સંતુલન બગડી શકે છે અને ગંભીર ઈજાનું જોખમ રહે છે. 


હાર્ટ પેશન્ટ 


હૃદય રોગથી પીડિત લોકો માટે પણ સાઇકલિંગ નુકસાનકારક સાબિત થઈ શકે છે. અચાનક સાઇકલિંગ કરતી વખતે જોર લગાવવું પડે તો તે હાર્ટ રેટ અને બ્લડ પ્રેશર વધારી શકે છે. હાર્ટ પેશન્ટ હોય તેમણે ડોક્ટરની સલાહ અનુસાર જ સાઇકલિંગ કરવાની શરૂઆત કરવી જોઈએ. 


આ પણ વાંચો: અચાનક ખાંડ ખાવાનું સાવ છોડી દેવું પણ જોખમી, શરીર પર થાય છે ગંભીર અસરો


અસ્થમાના દર્દી 


સાઇકલ ચલાવવું અસ્થમાના દર્દી માટે સમસ્યાનું કારણ બની શકે છે. તેનાથી શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં જકડન જેવી સમસ્યા થઈ શકે છે.


નબળા હાડકા 


જે લોકોના હાડકા નબળા હોય અથવા તો થોડા સમય પહેલા જ હાડકાની ઈજા થઈ હોય તેમ જ ગઠીયા જેવી બીમારી હોય તેમણે સાઇકલ ચલાવતા પહેલા ડોક્ટરની સલાહ લેવી. આ સ્થિતિમાં સાઇકલિંગ કરવાથી દુખાવો વધી શકે છે અથવા તો ઇજા થઈ શકે છે. 


આ પણ વાંચો: લોહીમાંથી સુગરને ચૂસી લેશે શાકના બીમાંથી બનતો આ લોટ, આજથી જ ડાયટમાં કરી લો સામેલ


ગર્ભાવસ્થા 


ગર્ભાવસ્થાની શરૂઆતના મહિનામાં સાઇકલિંગ કરી શકાય છે પરંતુ ત્યાર પછીના મહિનામાં સાઇકલિંગ કરવાનું બંધ કરી દેવું જોઈએ. સાઇકલિંગ ચલાવતી વખતે ગંભીર ઈજા થઈ શકે છે જે બાળક અને માતા માટે જોખમી સાબિત થઈ શકે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)