Diabetes Related Disease: ડાયાબિટીસ એવી બીમારી છે જેના દર્દી માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં વધી રહ્યા છે. ડાયાબિટીસ એવી સમસ્યા છે જેનો ઈલાજ વૈજ્ઞાનિકો પણ શોધી શક્યા નથી તેવામાં તેનાથી બચીને રહેવું ખૂબ જ જરૂરી છે. ડાયાબિટીસ લાઈફ સ્ટાઈલ સંબંધિત બીમારી છે. તેથી જો આ બીમારી થઈ જાય તો બ્લડ સુગરને મેન્ટેન કરવા માટે હેલ્ધી ફૂડ હેબિટ્સને ફોલો કરવી જરૂરી છે. ડાયાબિટીસ ખૂબ જ ગંભીર બીમારી છે જો તેમાં તમે લાઈફસ્ટાઈલ પર ધ્યાન ન આપો તો તેના કારણે શરીરમાં અન્ય બીમારીઓ પણ થઈ શકે છે. ડાયાબિટીસ શરીરના અન્ય અંગો પર પણ અસર કરે છે. તો ચાલો જણાવીએ કે એવા કયા કયા અંગ છે જેનું ધ્યાન ડાયાબિટીસની બીમારીમાં રાખવું જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


વજન ઘટાડવાથી લઈ રક્ત શુદ્ધ કરવામાં મદદ કરે છે વરિયાળી, જાણો તેના અદ્ભુત ફાયદા વિશે


રોજ 2 લવિંગ ખાવાની રાખો ટેવ, શરીરમાંથી અનેક રોગ થઈ જશે જળમૂળથી દુર


ગમે તેટલો ગુસ્સો આવ્યો હોય આ 5 વસ્તુ ખાવાથી સુધરી જાય છે મૂડ..


હ્રદય


ડાયાબિટીસના દર્દી હોય તે હાર્ટ સંબંધિત સમસ્યાનો શિકાર પણ ઝડપથી થઈ જાય છે. જો લાંબા સમય સુધી ડાયાબિટીસની સમસ્યા હોય તો હૃદયની બીમારી થવાનું જોખમ પણ વધી જાય છે. ડાયાબિટીસના કારણે આર્ટરીમાં સમસ્યા થઈ શકે છે જે આગળ જઈને હાર્ટ એટેકનું કારણ પણ બની શકે છે.


કિડની


જે લોકો ડાયાબિટીસથી પીડિત હોય તેમને કિડની સંબંધિત બીમારીનો સામનો પણ કરવો પડી શકે છે. બ્લડ સુગર હાય રહેતું હોય તો તેના કારણે કિડની સાથે જોડાયેલી રક્તવાહિનીને નુકસાન થાય છે અને તે સોજી જાય છે. ઘણી વખત ક્રિએટિવાઇન ખતરનાક લેવલ પર પહોંચી જાય છે અને કિડની ફેલ થવાનું જોખમ પણ ઊભું થાય છે.


પગ


ડાયાબિટીસના કારણે પગ ઉપર પણ અસર થાય છે. સુગર લેવલ મેન્ટેન ન રહેતું હોય તો પગની નસો ડેમેજ થવા લાગે છે. ડાયાબિટીસ ના કારણે પગ સુધી રક્ત પહોચાડતી નશો બ્લોક થઈ જાય છે અને તેના કારણે પગમાં દુખાવો અને ઇન્ફેક્શન પણ થઈ શકે છે. 


આ પણ વાંચો:


કિડનીમાં પથરી હોય તેવા લોકોએ રોજ ખાવા જોઈએ આ ફળ, દવા વિના પથરીથી મળશે છુટકારો


Heart અને Immunity માટે વરદાન છે આ 5 વસ્તુ, ડાયટમાં સામેલ કરો અને જુઓ કમાલ


આંખ


ડાયાબિટીસમાં જો તમારું બ્લડ સુગર લેવલ સતત હાઈ રહેતું હોય તો તેના કારણે આંખની બીમારી પણ થઈ શકે છે. કેટલાક કેસમાં ડાયાબિટીસના કારણે લોકોની આંખની રોશની છીનવાઇ જાય છે. તો કેટલાક કેસમાં લોકોની દ્રષ્ટિ નબળી પડી જાય છે કારણ કે ડાયાબિટીસના કારણે રેટિનામાં લિક્વિડ વધારે જમા થાય છે.