How To Control Blood Sugar: ડાયાબિટીસની બીમારી દિવસેને દિવસે બધી રહી છે. છેલ્લા કેટલાક સમયમાં તો ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં અનેક ગણો વધારો થયો છે. આ બીમારીથી ભારતમાં પણ લાખો લોકો પીડિત હશે. ડાયાબિટીસમાં ઇન્સ્યુલિનનો ઉપયોગ બરાબર રીતે થઈ શકતો નથી જેના કારણે બ્લડ સુગર વધી જાય છે. ડાયાબિટીસને ગંભીરતાથી લેવાની જરૂર હોય છે કારણ કે તેના કારણે હાર્ટ એટેક, કિડની ફેલ થવી જેવી જ જીવલેણ સ્થિતિ પણ સર્જાઈ શકે છે. આજે તમને કેટલીક દેશી ઔષધીઓ અને આયુર્વેદિક ઉપાયો વિશે જણાવીએ જેને કરવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: હૃદય સંબંધિત રોગથી બચવું હોય તો રોજ કરો આ 2 કામ, હંમેશા હેલ્ધી રહેશે હાર્ટ


ડાયાબિટીસ માટે અસરદાર દેશી ઔષધીઓ 


મેથી 


સ્વાદમાં કડવી મેથી ડાયાબિટીસ માટે સૌથી બેસ્ટ ઔષધી છે. મેથી બ્લડ સુગર કંટ્રોલ કરે છે અને સાથે જ બેડ કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે. બ્લડ શુગર કંટ્રોલ કરવા માટે એક ચમચી મેથી પાવડર સવારે ખાલી પેટ અથવા તો સાંજે પાણી સાથે લેવો. નિયમિત એક ચમચી મેથીનો પાઉડર પીશો તો બ્લડ સુગર કંટ્રોલમાં રહેશે. જો તમે ઈચ્છો તો મેથીને રાત્રે પાણીમાં પલાળી સવારે ખાલી પેટ પલાળેલી મેથી પણ ખાઈ શકો છો. 


આ પણ વાંચો: Uric Acid: હેલ્ધી દેખાતા આ શાકભાજી 100 ની સ્પીડે વધારે છે યુરિક એસિડ


તજ 


તજ એવો મસાલો છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન છે. ડાયાબિટીસમાં ઇન્સ્યુલિન પ્રતિરોધ ઘટી જાય છે જેમાં તજ ઉપયોગી સાબિત થાય છે. તજ બેડ કોલેસ્ટ્રોલ અને ફેટને પણ ઘટાડે છે. એક ચમચી તજના પાવડરમાં અડધી ચમચી મેથી પાઉડર અને એક ચમચી હળદર મિક્સ કરી રોજ સવારે ખાલી પેટ પાણી સાથે લઈ લેવું. વધેલું બ્લડ સુગર પણ નોર્મલ રહેવા લાગશે. તમે તજને પાણીમાં ઉકાળીને તેની ચા બનાવીને પણ પી શકો છો. 


આ પણ વાંચો: Uric Acid: યુરિક એસિડને દવા વિના કંટ્રોલ કરવામાં મદદ કરે છે આ 5 જડીબુટ્ટીઓ


કાળા મરી 


આયુર્વેદમાં કાળા મરીનો ઉપયોગ શરદી, ઉધરસ જેવી સમસ્યામાં દવા તરીકે કરવામાં આવે છે. આ કાળા મરી બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે.. કાળા મરીમાં પેપીરિન નામનું તત્વ હોય છે. તેનાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. ડાયાબિટીસમાં બ્લડ શુગર વધારે રહેતું હોય તેમણે એક ચમચી કાળા મરીના પાવડરમાં થોડી હળદર મિક્સ કરી રાત્રે સુતા પહેલા પાણી સાથે લઈ લેવું. બ્લડ સુગર લેવલ નોર્મલ રહેવા લાગશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)