Control Blood Sugar Level: જે લોકોને ડાયાબિટીસ હોય તેમણે પોતાના આહારનું ખાસ ધ્યાન રાખવું પડે છે. જો બેદરકારી રાખવામાં આવે તો બ્લડ સુગર લેવલ તુરંત વધી જાય છે અને પછી તેને કંટ્રોલ કરવું મુશ્કેલ રહે છે. જો તમે સુગર લેવલને કંટ્રોલ ન કરો તો તેના કારણે હાર્ટ એટેક, કિડનીની બીમારી અને અન્ય બીમારીનું જોખમ વધી જાય છે. સુગર લેવલને કંટ્રોલ કરવું સરળ નથી પરંતુ તમે દૂધની સાથે કેટલીક વસ્તુઓનું સેવન કરશો તો તમે આશ્ચર્યજનક પરિણામ પ્રાપ્ત કરશો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડાયાબિટીસના દર્દીઓ દૂધમાં કેટલાક ઘરેલુ મસાલા ઉમેરીને પીવે તો બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરી શકાય છે. તો ચાલો તમને પણ જણાવીએ કે એવા કયા મસાલા છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે. 


આ પણ વાંચો:


હદ કરતાં વધારે લીંબુ પાણી સ્વાસ્થ્ય માટે છે હાનિકારક, થાય છે આ નુકસાન


Jogging કર્યા પછી ખાવી જોઈએ આ વસ્તુઓ, મસલ્સ થશે સ્ટ્રોંગ અને નહીં થાય Body Pain


આ લાલ સુકી વસ્તુ ડાયાબિટીસનો કરશે અંત, થોડા જ દિવસમાં દેખાશે બ્લડ રિપોર્ટમાં સુધારો


હળદર


હળદરનો ઉપયોગ અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તેના દ્વારા બ્લડ સુગરને પણ કંટ્રોલ કરી શકાય છે ? તમે હળદર પાવડરને દૂધમાં ઉમેરીને પીશો તો તેનાથી ડાયાબિટીસ ઉપરાંત શરદી ઉધરસ અને ગળામાં સોજા જેવી તકલીફોથી પણ મુક્તિ મળી જશે. 


તજ


તજનું સેવન કરવું પણ બ્લડ સુગરને કંટ્રોલ કરે છે. કારણ કે તેમાં બાયો એક્ટિવ કમ્પોનન્ટ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે. એક રિસર્ચ અનુસાર ટાઇપ ટુ ડાયાબિટીસના દર્દીઓને તજ લેવાથી ફાયદો થાય છે. એક ગ્લાસ દૂધમાં તજનો પાવડર ઉમેરીને પીવાથી થોડા જ દિવસમાં અસર દેખાવા લાગે છે. 


મેથી


મેથીના દાણા પર ડાયાબિટીસના દર્દીઓ માટે ઔષધી સમાન છે. આ મસાલામાં સોલ્યુએબલ ફાઇબરની માત્રા વધારે હોય છે જેના કારણે સુગરને કંટ્રોલ કરી શકાય છે.