Mobile Addiction : લગભગ દરેક લોકોને એક ટેવ જોવા મળી રહી છે અને એ છે વારંવાર પોતાનો મોબાઈલ ચેક કરવાની, સોશિયલ મીડિયામાં અતિ વ્યસ્ત રહેવું, કારણ વગર પોતાના મોબાઈલ સ્ક્રીનને સતત સ્ક્રોલ કરવી, લેપટોપ કે કોમ્પ્યુટર સાથે જોડાયેલ રહેવું. ઘણા માતા-પિતાની ફરિયાદો છે કે પોતાના બાળકને સતત મોબાઈલ જોવાની એક આદત જ વિકસિત થઈ છે. મોબાઈલ વગર એક બેચેની જ અનુભવાય છે. આજના તકનીકી રીતે અદ્યતન વિશ્વમાં, આપણું દૈનિક જીવન ડિજિટલ ઉપકરણો અને વર્ચ્યુઅલ અનુભવો સાથે સંકળાયેલું છે. જ્યારે આ ડિજિટલ ક્રાંતિએ સગવડતા અને કનેક્ટિવિટી લાવી છે, ત્યારે તેણે સાયબર સિકનેસ સિન્ડ્રોમ તરીકે ઓળખાતી ઘટનાને પણ જન્મ આપ્યો છે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીનીઓ દેસાઈ ઉન્નતિ અને છૈયા પ્રવિણાએ અધ્યાપક ડૉ. ધારા આર.દોશીના માર્ગદર્શનમાં સાયબર સિકનેસ સિન્ડ્રોમ વિશે માહિતી તૈયાર કરી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાસ આ અહેવાલ એ એવા 155 લોકોના કાઉન્સેલિંગ પરથી તૈયાર કરવામાં આવ્યો કે જેમાં અંદાજીત 125 લોકોમાં આ સાયબર સિકનેસ સિન્ડ્રોમના લક્ષણો જોવા મળ્યા. જેમાં બાળકોનો પણ સમાવેશ થતો હતો. જેમાંથી 74.56% લોકોને વારંવાર મોબાઈલ સ્ક્રીન સ્ક્રોલ કરવાની આદત, 78.88% લોકોને ઈન્ટરનેટ શરૂ કરી કોઈનો મેસેજ આવ્યો છે કે નહિ એ જોવાની આદત, 81.67% ને વારંવાર રિલ્સ કે સ્ટોરીઓ જોવાની આદત, 74.45% લોકોને સતત હાથ, માથું અને ગરદન દુખાવાની ફરિયાદ રહેતી હતી.


મોરબીમાં ધસમસતા પાણીના પ્રવાહમાં કાર તણાઈ, યુવકોના જીવ પડીકે બંધાયા


સાયબર સિકનેસ સિન્ડ્રોમ એટલે શું?
સાયબર સિકનેસ સિન્ડ્રોમ, જેને ડિજિટલ મોશન સિકનેસ અથવા વર્ચ્યુઅલ રિયાલિટી સિકનેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક એવી સ્થિતિ છે જે અસ્વસ્થતાના લક્ષણો ધરાવે છે.  જ્યારે લોકો ડિજિટલ વાતાવરણના સંપર્કમાં આવે છે, ત્યારે તેમને સતત આ ડિજિટલ પ્લેટફોર્મના ઉપયોગથી માથાનો દુઃખાવો, હાથ દુઃખવા, ચક્કર આવવા વગેરે જેવી શારીરિક હાનિ અને આવેગિક સંઘર્ષ જેવી માનસિક હાનિ જોવા મળતી હોય છે. 


ગતિશીલ ગુજરાતનો ફરી એકવાર ડંકો વાગ્યો : માછલી ઉત્પાદનમાં બધા રેકોર્ડ તોડ્યા


માનસિક અશાંતિની સ્થિતિ થાય છે ઉભી
મગજ  ઇન્દ્રિયો દ્વારા સંકેતો મેળવે છે. જ્યારે આ સંકેતો અલગ થવા લાગે છે, ત્યારે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને કામગીરી સમજવામાં મુશ્કેલી પડે છે. સાયબર સિકનેસમાં પણ આ પ્રકારની સમસ્યા જોવા મળે છે.  લાંબા સમય સુધી સ્ક્રીન પર ચોંટેલા રહેવાથી આંખોમાં સોજા અને બળતરા, ચક્કર આવવા અને ઉબકા આવવાની ફરિયાદો રહે છે.  સાદા શબ્દોમાં કહીએ તો સાયબર સિકનેસમાં આંખોમાં દુઃખાવો અને બળતરા થાય છે.  સ્ક્રીન પર જોતાં જ આંખોમાં સોયની જેમ કઈક ખૂંચવા લાગે છે.  આ સાથે માનસિક અશાંતિની સ્થિતિ પણ ઉભી થાય છે.  આ દરમિયાન ચક્કર આવી શકે છે. આધુનિક સમયમાં લોકોની ખરાબ જીવનશૈલીના કારણે અનેક પ્રકારની બીમારીઓ જોવા છે.  આમાંની એક બીમારી છે સાયબર સિકનેસ.  આનું મુખ્ય કારણ મોબાઈલ અને લેપટોપનો લાંબા સમય સુધી ઉપયોગ કરવો છે.  ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો દિવસભર લેપટોપ પર કામ કરે છે.  જ્યારે મોડી રાત સુધી મોબાઈલ સ્ક્રોલ કરે છે  આ દરમિયાન આંખોને પૂરતો આરામ મળતો નથી.  જેના કારણે સાયબર સિકનેસની સમસ્યા છે.  આ દરમિયાન વ્યક્તિમાં આંખોમાં બળતરા થવી, ઉબકા અને ચક્કર જેવા લક્ષણો જોવા મળે છે.  નિષ્ણાતોના મતે મોડી રાત સુધી મોબાઈલ સ્ક્રોલ કરવાથી માત્ર ઊંઘ પર જ અસર નથી થતી, પરંતુ માનસિક સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે.


22 કિમી ચાલવુ ન પડે તે માટે આ રીતે જોખમ લેશે બોટાદવાસી, ઘૂંટણસમા પાણીમાં ચાલવા મજબૂર


સાયબર સિકનેસ સિન્ડ્રોમના લક્ષણો
સાયબર સિકનેસ સિન્ડ્રોમના લક્ષણો વ્યક્તિ-વ્યક્તિમાં અલગ અલગ હોય શકે છે. જેમ કે આંખોમાં સોજો,  આંખો લાલ થવી, આંખો થાકેલ લગાવી, ઉબકા અને ચક્કર, માથાનો દુખાવો, પરસેવો વધવો, ઊંઘવામાં સમસ્યા,  બેચેની, અકળામણનો અનુભવ, નબળી યાદશક્તિ, આંખોમાંથી પાણી નીકળવું વગેરે.


સાયબર સિકનેસ સિન્ડ્રોમના કારણો 
સાયબર સિકનેસ સિન્ડ્રોમના મુખ્ય કારણો જેવા કે, સંવેદનાત્મક સંઘર્ષ, નબળું દૃશ્યનું ક્ષેત્ર, વ્યક્તિગત સંવેદનશીલતા, વધુ પડતો ડિજિટલ માધ્યમનો ઉપયોગ, અનિવાર્ય ક્રિયા દબાણ, અનિવાર્ય વિચાર દબાણ વગેરે


ભવિષ્યમાં લાખોનું પેકેજ જોઈતુ હોય તો આ કોર્સ કરો, 5 વર્ષમાં આની જ ડિમાન્ડ હશે


સિન્ડ્રોમની માનસિક અસરો 
સાયબર બીમારીના લક્ષણોના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી હતાશા, ચીડિયાપણું અને જ્ઞાનાત્મક કાર્યમાં ઘટાડો, પ્રભાવ અને ઉત્પાદકતામાં ઘટાડો થઈ શકે છે. ઉપરાંત યાદશક્તિમાં ઘટાડો, શીખવામાં તકલીફ વગેરે સમસ્યાઓ થઈ શકે છે.


સિન્ડ્રોમની શારીરિક અસરો 
ઉબકા, ચક્કર, માથાનો દુખાવો,હાથના સ્નાયુઓનો દુખાવો, ગરદન અને કરોડરજ્જુનો દુખાવો, આંખને નુકશાન થઈ શકે છે.


અમેરિકામાં ગ્રીનકાર્ડની રાહ જોનારા ગુજરાતીઓ માટે આવી મોટી ખુશખબર


સાયબર સિકનેસ સિન્ડ્રોમનો ઉપચાર
વિવિધ મનોવૈજ્ઞાનિક ઉપચારો વ્યક્તિઓને સાયબર સિકનેસ સિન્ડ્રોમનો સામનો કરવામાં અને તેની અસર ઘટાડવામાં મદદ કરી શકે છે જેવા કે,


ક્રમિક એક્સપોઝર: ડિજિટલ વાતાવરણમાં ધીમે ધીમે એક્સપોઝર વધારીને, વ્યક્તિઓ સહનશીલતા કેળવી શકે છે અને ટ્રિગર્સ પ્રત્યે એટલે કે ડિજિટલ માધ્યમો પ્રત્યે પોતાને અસંવેદનશીલ બનાવી શકે છે.


કોગ્નિટિવ-બિહેવિયરલ થેરાપી (CBT): CBT વ્યક્તિઓને સાયબર સિકનેસ સાથે સંકળાયેલ નકારાત્મક વિચારસરણી અને અસ્વસ્થતા ઉતપન્ન કરતા પ્રતિભાવોને ઓળખવામાં અને સુધારવામાં મદદ કરી શકે છે.


રિલેકસેશન પદ્ધતિ: ઊંડા શ્વાસ, ધ્યાન અને માઇન્ડફુલનેસ જેવી તકનીકો ચિંતાને દૂર કરી શકે છે.


આંખની કસરતો: આંખની નિયમિત કસરતો કરવાથી અને યોગ્ય દ્રશ્ય સ્વચ્છતા જાળવવાથી આંખની તાણ અને સંબંધિત લક્ષણો ઘટાડી શકાય છે.


આગામી 5 વર્ષમાં ગાયબ થઈ જશે આ નોકરીઓ, ગુજરાત સરકારે રોજગારી પર મોટો પ્લાન બનાવ્યો


સાયબર સિકનેસ સિન્ડ્રોમથી બચવાના ઉપાયો
- સવારે કે સાંજે હળવી કસરત કરો. જેમાં આંખની કસરત પણ સામેલ કરવી જોઈએ.
- સ્ક્રીન સમય ઘટાડો.  કામ કર્યા પછી બને એટલું ઓછું મોબાઈલ, ટીવી જુઓ.
- ઓફિસનું કામ સ્ક્રીન પર જ કરવાનું હોય તો આ સિવાય મોબાઈલ કે ટીવી સ્ક્રીનથી બચવાનો પ્રયાસ કરો.
- રાત્રે સૂતી વખતે મોબાઈલનો ઉપયોગ ન કરો.
- લેપટોપ કે કોમ્પ્યુટર પર બ્લુ ફિલ્ટર રાખો.
- મોબાઈલ, લેપટોપના ફોન્ટ મોટા રાખો.
- લેપટોપ, મોબાઈલ સ્ક્રીનનો કોન્ટ્રાસ્ટ ઓછો રાખો.
- મોબાઇલની લાઈટ વધુ રાખો. ડાર્કમોડ માં મોબાઈલ ન વાપરો
- સ્ક્રીન સ્ક્રોલ કરવાની સ્પીડ ઓછી રાખો.
- મુસાફરી દરમિયાન મોબાઈલ કે લેપટોપ જોવાનું ટાળો.
- નાના બાળકો ન જમે તો મોબાઈલ આપીને જમાંડવાનું ટાળો એના કરતાં બીજી કોઈ પ્રવૃત્તિમાં વાળો.


સાયબર સિકનેસ સિન્ડ્રોમ ડિજિટલ યુગમાં એક અનોખો પડકાર ઊભો કરે છે, જે વ્યક્તિઓના સુખાકારીને અસર કરે છે અને વર્ચ્યુઅલ અનુભવોનો આનંદ માણવાની તેમની ક્ષમતાને અવરોધે છે. લક્ષણોને ઓળખવા, કારણોને સમજવા અને મનોવૈજ્ઞાનિક ઉપચારની શોધ કરવાથી વ્યક્તિઓને આ સિન્ડ્રોમથી બચાવી શકાય છે.


સોમવારે આવી બનશે : અંબાલાલ પટેલે ચેતવીને કહ્યું, ગુજરાતના આ જિલ્લા પર આફત આવશે