મોરબીમાં ધસમસતા પાણીના પ્રવાહમાં કાર તણાઈ, યુવકોના જીવ પડીકે બંધાયા

car caught in rushing water in Morbi : મોરબી મચ્છુ-3 ડેમનો એક દરવાજો બે ફૂટ સુધી ખોલવામાં આવ્યો,,,મચ્છુ નદીમાં પાણીની આવક સારી થતાં ડેમમાં પાણીની આવક વધી,,, મોરબી-માળીયા તાલુકાનાં 20 ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા,,, ડેમમાં 1676 ક્યૂસેક પાણીની આવકની સામે જાવક ચાલુ રાખવામાં આવી

મોરબીમાં ધસમસતા પાણીના પ્રવાહમાં કાર તણાઈ, યુવકોના જીવ પડીકે બંધાયા

Morbi News : ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે. તેમાં મોરબી જિલ્લો પણ છે. મોરબીમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોરબી જિલ્લાના પાંચ પૈકીના ચાર તાલુકામાં ભારે વરસાદ તૂટી પડ્યો હતો. મોરબીના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે જેથી કરીને લોકોને પારાવાર મુશ્કેલીમાં સામનો કરવો પડી રહ્યો છે. આવામાં મોરબીમાં પાવડિયારી પાસે પાણીમાં કાર ફસાઈ હતી. નાળાના ધસમસતા પ્રવાહમાં કાર ફસાઈ હતી. જેથી કારમાં બેઠેલા બે યુવાનોના જીવ પડીકે બંધાયા હતા. આ બાદ સ્થાનિકોએ બંનેનું દોરડાથી રેસ્ક્યૂ કર્યુ હતું. કારને બહાર કાઢવાના પ્રયાસો કરાયા હતા. 

9 ગામો એલર્ટ પર 
મોરબી નજીકના ઘોડાધ્રોઇ ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. ધોડાધ્રોઈ ડેમનો એક દરવાજો 0.5 ફૂટ ખોલવામાં આવ્યો છે. 352.44 પાણીની આવક સામે 1141 કયુસેક પાણીની જાવક ચાલુ છે. મોરબી તાલુકાના ચાર અને માળિયા તાલુકાના પાંચ કુલ નવ ગામોને એલર્ટ કરાયા છે. 

જેતપરનું ડાઈવર્ઝન ધોવાયું
મોરબીના જેતપર રોડ ઉપર ડાયવર્જન ધોવાઇ જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મોરબીના જેતપર રોડે રંગપર નજીક પુલીયાનુ ડાયવર્ઝન ધોવાઈ ગયું છે. વરસાદી પાણી હાલમાં રોડ ઉપર આવી જતા રસ્તો બંધ થયો છે. જેથી વાહનોના થપ્પા ભેગા થયા હતા. 

બ્રહ્માણી નદી બે કાંઠે વહેતી થઈ
મોરબી જીલ્લાના હળવદની બ્રાહ્મણી નદી બે કાંઠે થઈ છે. સારા વરસાદથી હળવદની બ્રાહ્મણી નદિ હાલમાં બે કાંઠે છલકાઈ રહી છે. નદીના પાણીનો પ્રવાહ રોડ આવી જતા હાલમા સરા રોડ બંધ કરાયો છે. સરા બાજુ જવાના રસ્તે બન્ને બાજુ વાહનોના થપ્પા લાગ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news