Foot Massage: માથા પર ચંપી કરવાના ફાયદા વિશે તો આપણે બધા જાણીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે રાત્રે સૂતી વખતે પગના તળિયા પર તેલથી માલિશ કરવી કેટલી ફાયદાકારક છે? પગના તળિયામાં માલિશ કરવાથી માત્ર પગના દુખાવાથી જ રાહત મળે છે તેવું નથી. પગના તળિયાની માલિશ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. પગના તળિયાની માલિશ સ્ટ્રેસને દુર કરે છે અને માનસિક પરેશાનીઓને ઘટાડે છે. પગના તળિયા પર તેલ માલિશ કરવાથી શરીરને શું ફાયદા થાય છે ચાલો તે વિસ્તારથી જાણીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પગના સ્નાયુ મજબૂત થાય છે


એક રિસર્ચ અનુસાર, જો તમે દરરોજ રાત્રે પગના તળિયાની માલિશ કરો છો તો પગમાં લોહીનું પરિભ્રમણ સારું થાય છે. તેનાથી પગના સ્નાયુઓમાં લવચીકતા આવે છે અને પગ સંબંધિત સમસ્યાઓથી બચી શકાય છે.


આ પણ વાંચો: Uric Acid: આ ડાયટ ફોલો કરશો તો 3 મહિનામાં દુર થઈ જશે યુરિક એસિડની સમસ્યા


સ્ટ્રેસ દુર થાય છે


જો તમે સ્ટ્રેસથી પરેશાન છો, તો તમે તમારા પગના તળિયાની માલિશ કરીને સારું અનુભવી શકો છો. તેનાથી રક્ત પરિભ્રમણ સુધરે છે. પગના તળિયામાં મસાજ કરવાથી એન્ડોર્ફિન મુક્ત થાય છે જે કુદરતી પેઇનકિલર તરીકે કામ કરે છે.


બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે


જો તમારું બ્લડ પ્રેશર વધારે છે તો તમે નિયમિત રીતે પગના તળિયામાં મસાજ કરી શકો છો. તેનાથી રક્ત પરિભ્રમણ સંતુલિત રહે છે અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. 


આ પણ વાંચો: Dry Amla: શિયાળામાં રોજ ખાવા સુકા આમળા, આટલી બીમારીઓથી બચી જશો તમે


મેનોપોઝના લક્ષણોમાં રાહત


પગના તળિયા પર મસાજ કરવાથી મેનોપોઝ પહેલાના લક્ષણોની સમસ્યા દૂર થઈ શકે છે. માલિશ મેનોપોઝ દરમિયાન થતી સમસ્યાઓથી રાહત આપવામાં મદદ કરે છે.


માથાના દુખાવામાં રાહત


જો તમને વારંવાર માથાનો દુખાવો થતો હોય તો તમે પગના તળિયાની માલિશ કરીને આ સમસ્યાને દૂર કરી શકો છો.  


આ પણ વાંચો: કબજિયાત રહેતી હોય તો રાત્રે સૂતા પહેલા ખાવી આ વસ્તુ, સવારે આવી જશે પેટ સાફ


પૂરતી ઊંઘ મળશે


સારી ઊંઘ વિના સારા સ્વાસ્થ્યની કલ્પના કરી શકાતી નથી. જો તમને રાત્રે ઊંઘવામાં તકલીફ પડતી હોય તો તમે પગના તળિયાની મસાજ કરી સારી ઊંઘ મેળવી શકો છો.  


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)