Uric Acid: આ ડાયટ ફોલો કરશો તો 3 મહિનામાં દુર થઈ જશે યુરિક એસિડની સમસ્યા
Uric Acid: વર્તમાન સમયમાં યુવાનો પણ તેમની રોજીંદી જીવનશૈલી અને આહાર શૈલીના કારણે વધતા યુરિક એસિડની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ખાણીની ખોટી આદતોના કારણે આ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને જે લોકો વધારે આલ્કોહોલનું સેવન કરે છે તેમને યુરિક એસિડ વધવાની સમસ્યાનો સામનો કરવો પડે છે.
Trending Photos
Uric Acid: આજકાલ યુરિક એસિડ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. પહેલાના સમયમાં આ સમસ્યા મોટાભાગે વૃદ્ધાવસ્થામાં લોકોને થતી હતી. પરંતુ વર્તમાન સમયમાં યુવાનો પણ તેમની રોજીંદી જીવનશૈલી અને આહાર શૈલીના કારણે વધતા યુરિક એસિડની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ખાણીની ખોટી આદતોના કારણે આ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને જે લોકો વધારે આલ્કોહોલનું સેવન કરે છે તેમને યુરિક એસિડ વધવાની સમસ્યાનો સામનો કરવો પડે છે.
યુરિક એસિડને કેવી રીતે કરવું દુર ?
જો શરીરમાં યુરિક એસિડ વધી જાય તો તે શરીરને ઘણી રીતે નુકસાન પહોંચાડી શકે છે. તેનાથી પગમાં દુખાવો થવો, સાંધામાં દુખાવો, કિડનીમાં પથરી બનવી અને હાર્ટ પ્રોબ્લેમ જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ સ્થિતિથી બચવું શક્ય છે. તેના માટે દર્દીએ તેની લાઈફસ્ટાઈલમાં કેટલાક ફેરફાર કરવા જરૂરી છે.
3 મહિના કરો આ કામ
સ્વાસ્થ્ય નિષ્ણાંતના જણાવ્યાનુસાર યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે ઓછામાં ઓછા 3 મહિના સુધી શાકાહારી આહાર જ લેવો જોઈએ. ખાસ કરીને લીલા શાકભાજી ખાવાની ભલામણ કરવામાં આવે છે. આ સિવાય તમે દૂધી, તુરીયા, ટીંડા પણ નિયમિત રીતે ખાઈ શકો છો. જો તમે હેલ્ધી અને ટેસ્ટીનું કોમ્બિનેશન શોધી રહ્યા છો તો તમે ઉપમા, પોહા, ઇડલી, ઢોસા, સાંભર અને પુલાવ જેવી સ્વાદિષ્ટ વાનગીઓ પણ ડાયટમાં ઉમેરી શકો છો. આ ડાયટને 3 મહિના સુધી ફોલો કરવાથી યુરિક એસિડનું લેવલ કંટ્રોલમાં આવી જાય છે.
પાચનક્રિયા સ્વસ્થ રહે છે
જો તમે ઈચ્છો છો કે યુરિક એસિડની સમસ્યા ફરી ન થાય તો હેલ્ધી ડાયટ લેવાની સાથે તમારે તમારી પાચનક્રિયા પણ દુરસ્ત રાખવી પડશે. તેના માટે જરૂરી હોય અને ભુખ હોય એટલું જ ભોજન કરો. વધારે અને વારંવાર ખાવાનું ટાળો. તેનાથી ગેસ, કબજિયાત અને એસિડિટીની સમસ્યા વધી જાય છે. જે હાઈ યુરિક એસિડનું કારણ બની શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે