Health Tips: કેળા હેલ્ધી ફ્રુટ છે. આ ફળ બારેમાસ ઉપલબ્ધ હોય છે. પરંતુ દરેક ફળની પ્રકૃતિ અલગ અલગ હોય છે. બે અલગ પ્રકૃતિના ફળને એક સાથે ખાવામાં આવે તો તેનાથી નુકસાન થાય છે. આયુર્વેદ અનુસાર કેળા અને પપૈયા પણ આવા જ બે ફળ છે જેને એક સાથે ક્યારેય ન ખાવા જોઈએ. જો કેળા અને પપૈયાને એક સાથે ખાવામાં આવે તો તે શરીર માટે ખતરનાક સાબિત થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેળા હૃદય અને પેટના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જ્યારે પપૈયાની વાત કરીએ તો પપૈયું ડાયજેશન સુધારે છે અને કોલેસ્ટ્રોલ તેમજ ડાયાબિટીસમાં ફાયદો કરે છે. બંને ફળ અલગ અલગ ખાવામાં આવે તો તેનાથી શરીરને ફાયદો થાય છે. પરંતુ આ બે ફળની તાસીર એવી હોય છે જેને એક સાથે ખાવાથી શરીરને નુકસાન થાય છે.


આ પણ વાંચો:


પાણીમાં પલાળેલા અંજીર સાથે પી લેવું તેનું પાણી, 7 દિવસમાં આ બીમારીથી મળશે છુટકારો


શું તમને પણ મોબાઈલ જોતાં જોતાં જમવાની ટેવ છે? તો તૈયાર રહો આ બીમારીઓ માટે


સરગવા સહિત આ 4 છોડના પાન છે એન્ટી ડાયાબિટીક ગુણથી ભરપુર, જાણો કેવી રીતે કરવું સેવન


- આયુર્વેદ અનુસાર કેળાની તાસીર ઠંડી હોય છે અને પપૈયાની તાસીર ગરમ હોય છે. જો આ બંને વસ્તુને તમે એક સાથે ખાશો તો તમારું પાચન બગડી શકે છે સાથે જ માથાનો દુખાવો, ઉલટી, ચક્કર આવવા, એલર્જી અને અપચાં જેવી તકલીફો વધી શકે છે 


- કેટલાક સંશોધન અનુસાર જે વ્યક્તિને અસ્થમા અથવા તો શ્વાસ સંબંધિત સમસ્યાઓ હોય તેમણે પણ પપૈયું ખાવું નહીં. પપૈયું ખાવાથી એલર્જી થઈ શકે છે. આ સિવાય ત્વચા પર ખીલ ખંજવાળ જેવી તકલીફ હોય તેમણે પણ પપૈયું ખાવાથી બચવું. 


- ગર્ભવતી મહિલાઓએ પણ પપૈયું ખાવાથી બચવું જોઈએ. પપૈયાની તસવીર ગરમ હોય છે ગર્ભાવસ્થામાં પપૈયું ખાવાથી ભૃણને નુકસાન થઈ શકે છે.


- પપૈયું ખાવાથી કબજિયાતથી રાહત મળે છે પરંતુ જો તમે નિયમિત રીતે વધારે પ્રમાણમાં પપૈયું ખાવ છો તો તે શરીર માટે હાનિકારક પણ બની શકે છે.


- આ સિવાય જે લોકો રક્ત પાતળું કરવાની દવા ખાતા હોય તેમણે પણ પપૈયું ખાતા પહેલા ડોક્ટરની સલાહ લેવી. કારણ કે પપૈયાની તાસીર પણ એવી હોય છે જે રક્ત અને પાતળું કરે છે તેવામાં દવા અને પપૈયું એક સાથે લેવાથી ગંભીર સમસ્યા થઈ શકે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)