સરગવા સહિત આ 4 છોડના પાન છે એન્ટી ડાયાબિટીક ગુણથી ભરપુર, જાણો કેવી રીતે કરવું સેવન

Health Tips: આયુર્વેદમાં એવા ઘણા પાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેનું સેવન કરવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે. આ ઝાડના પાનનું સેવન કરવાથી સુગર કંટ્રોલમાં રહે છે આ ઉપરાંત ઇન્સ્યુલિન પ્રોડક્શન પણ કુદરતી રીતે વધે છે. આ ચાર છોડના પાન એવા હોય છે જે શરીરમાં શુગર સ્પાઇક થવાથી અટકાવે છે. તો ચાલો તમને પણ જણાવીએ એવા ચાર છોડના પાન વિશે જે ડાયાબિટીસમાં લાભ કરે છે.

જાંબુના પાન

1/4
image

ડાયાબિટીસને કંટ્રોલ કરવાનું કામ જાંબુના પાન સૌથી ઝડપથી કરે છે. આ પાન ઇન્સ્યુલિન પ્રોડક્શન ને વધારે છે અને સુગર મેટાબોલિઝમને મજબૂત કરે છે. ડાયાબિટીસમાં જાંબુના પાનને ચાવીને ખાવા ઉપરાંત તેના પાવડરનો ઉપયોગ પણ કરી શકાય છે. તેનાથી બ્લડ સુગર સ્પાઇક અટકે છે. સાથે જ તેનાથી હૃદય સંબંધિત સમસ્યામાં પણ રાહત થાય છે.

ઇન્સ્યુલિનના પાન

2/4
image

ઇન્સ્યુલિન પણ એક છોડ છે જેના પાન શરીરમાં બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ પાનમાં ફ્લેબોનાઈટ્સ અને અલ્કોનાઇટ્સ ભરપૂર હોય છે. જે સુગરને બચાવવાનું કામ કરે છે. આ છોડના પાનનો ચામાં પણ ઉપયોગ કરી શકાય છે અને તેનો અર્થ પાણીમાં ઉમેરીને પણ પી શકાય છે.

સરગવાના પાન

3/4
image

સરગવાના પાન ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ પાનની ચા બનાવીને પીવાથી ડાયાબિટીસના લક્ષણોને કંટ્રોલમાં કરી શકાય છે. આ પાનનું સેવન કરવાથી ઇન્સ્યુલિન પ્રોડક્શન વધે છે અને બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

જીનસેંગના પાન

4/4
image

આ એક ઔષધીય છોડ છે જે ટાઈપ ડાયાબિટીસ ને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ છોડમાં જીનસેનોસાઇડ્સ નામનું સક્રિય ઘટક હોય છે જે બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ છોડના પાનને પાણીમાં ઉકાળી તેને પીવાથી ફાયદો થાય છે.  

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)