Soaked Anjeer: પાણીમાં પલાળેલા અંજીર સાથે પી લેવું તેનું પાણી, 7 દિવસમાં આ બીમારીથી મળશે છુટકારો

Soaked Anjeer Benefits: સામાન્ય રીતે લોકો બદામ કાજુ કિસમિસ વગેરે વધારે ખાતા હોય છે. પરંતુ જો તમે અંજીરને રાત્રે પાણીમાં પલાળીને સવારે ખાલી પેટ એ અંજીર ખાઈ અને તેનું પાણી પી લેશો તો 7 જ દિવસમાં આ બીમારીઓ દુર થઈ શકે છે.

Soaked Anjeer: પાણીમાં પલાળેલા અંજીર સાથે પી લેવું તેનું પાણી, 7 દિવસમાં આ બીમારીથી મળશે છુટકારો

Soaked Anjeer Benefits: અંજીર એક સુપર ફૂડ છે. અંજીર ખાવાથી એટલા બધા ફાયદા થાય છે કે તેના વિશે જાણીને તમે પણ રોજ તમારી ડાયટમાં અંજીરને સામેલ કરવાનું શરૂ કરી દેશો. સામાન્ય રીતે લોકો બદામ કાજુ કિસમિસ વગેરે વધારે ખાતા હોય છે. પરંતુ જો તમે અંજીરને રાત્રે પાણીમાં પલાળીને સવારે ખાવાનું રાખો છો તો તેનાથી તમને ગજબ ના ફાયદા થશે. પલાળેલું અંજીર સવારે ખાવાથી શરીરની નબળાઈ દૂર થાય છે. આ સિવાય શરીરને કેટલા ફાયદા થાય છે તે જાણીને તમે પણ રોજ સવારે પલાળેલું અંજીર ખાઈને દિવસની શરૂઆત કરવા લાગશો.

પલાળેલા અંજીર ખાવાથી થતા ફાયદા

આ પણ વાંચો:

રિપ્રોડક્ટિવ ઓર્ગન રહે છે હેલ્ધી

પાણીમાં પલાળેલું અંજીર ખાઈને તે પાણી પીવાથી રિપ્રોડક્ટિવ ઓર્ગન હેલ્થી રહે છે. અંજીરમાં એવા ઘણા મિનરલ્સ હોય છે જે રિપ્રોડક્ટિવ હેલ્થને સુધારે છે. પલાળેલું અંજીર ખાઈને તેનું પાણી પીવાથી મેનોપોઝ પછી થતી સમસ્યાઓથી પણ બચાવ થાય છે.

બ્લડ સુગર રહે છે કંટ્રોલમાં

અંજીર હાઈ પોટેશિયમ ફૂડ છે. જે બ્લડ શુગર લેવલને ઘટાડવામાં મદદ કરે છે. ટાઈપ ટુ ડાયાબિટીસ હોય તે લોકોએ રાત્રે પાણીમાં અંજીર પલાળી સવારે પલાળેલું અંજીર ખાઈને દિવસની શરૂઆત કરવી જોઈએ.

કબજિયાત માટે ફાયદાકારક

પલાળેલું અંજીર અને તેનું પાણી પીવાથી કબજિયાતની સમસ્યા ગણતરીના દિવસોમાં દૂર થઈ શકે છે. જો તમે વર્ષોથી કબજિયાતથી પીળી છો તો નિયમિત રીતે પલાળેલું અંજીર ખાય તેનું પાણી પીવાનું રાખો. કબજિયાતની તકલીફ થોડા જ દિવસોમાં દૂર થઈ જશે.

આ પણ વાંચો:

સ્કીન રહેશે સારી

પલાળેલું અંજીર ખાઈને દિવસની શરૂઆત કરશો તો તેનાથી તમારી ત્વચાને પણ ફાયદો થશે. પલાળેલું અંજીર ચાવીને ખાઈ લેવું અને પછી તેનું પાણી પી લેવાથી સ્કીનની હેલ્થ સારી રહે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news