Neem Benefits: વર્ષોથી લીમડાનો ઔષધી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. લીમડાના પાનમાં ઔષધીય ગુણો હોય છે. લીમડો ડાયાબિટીસના દર્દીઓ માટે તો વરદાન સાબિત થાય છે. લીમડાના પાનમાં એન્ટી ડાયાબિટીસ ગુણ હોય છે જે બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ સિવાય લીમડામાં એવા તત્વ હોય છે જે ત્વચાને પણ ફાયદો કરે છે. ટૂંકમાં કહીએ તો માથાના વાળથી લઈને પગના સાંધા સુધી અનેક સમસ્યાઓને લીમડો દવા વિના મટાડી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લીમડાના પાનના ફાયદા 


આ પણ વાંચો: Tamarind water: પેટના દુખાવાને તુરંત મટાડશે આમલીનું પાણી, જાણો કેવી રીતે કરવું તૈયાર


- રોજ લીમડાના પાનને ચાવીને ખાવાથી શરીર નિરોગી રહે છે. 


- જે લોકોને બ્લડ સુગર લેવલ વધારે રહેતું હોય તેઓ લીમડાના પાનનો રસ પીવે કે લીમડાના પાનને ચાવીને ખાય તો બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. 


- લીમડાનું સેવન કરવાથી શરીરની ઇન્સ્યુલિન સેંસીટીવીટી સુધરે છે.


આ પણ વાંચો: Chest Pain: માત્ર હાર્ટ એેટેકમાં જ નહીં આ ગંભીર બીમારી હોય તો પણ થાય છાતીમાં દુખાવો


- લીમડાનું સેવન કરવાથી શરીરમાં સોજા દૂર થાય છે અને સાંધાના દુખાવા મટે છે. 


- લીમડો શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે. 


- લીમડાના રસનું સેવન કરવાથી ત્વચા પર નિખાર આવે છે અને વાળ પણ મજબૂત અને ચમકદાર બને છે. 


લીમડાના પાનનો કેવી રીતે કરવો ઉપયોગ ? 


ઉપર જણાવ્યા અનુસાર ફાયદા માટે અને શરીરને નીરોગી રાખવા માટે લીમડાના પાનનો રસ રોજ પીવો જોઈએ. લીમડાના થોડા પાન લઈ તેનો રસ બનાવીને પી લેવાથી શરીર નિરોગી રહે છે. શરીરની નાની મોટી સમસ્યાઓ દવા વિના જ મટી જાય છે. લીમડાના પાનનો રસ ન બનાવવો હોય તો તેના સાતથી આઠ પાન લઈ તેને બરાબર રીતે પાણીમાં સાફ કરી એક ગ્લાસ પાણીમાં ઉકાળીને તે પાણી પણ તમે પી શકો છો. 


આ પણ વાંચો: વાસી મોઢે પાણી પીવાના આ ફાયદા વિશે જાણશો તો સવારે જાગીને પાણીનો ગ્લાસ હાથમાં લેશો


જો લીમડાનો રસ પીવો શક્ય ન હોય તો લીમડાના પાનનો પાવડર પણ બનાવી શકાય છે. તેના માટે લીમડાના પાનને સારી રીતે ધોઈ અને તડકામાં સૂકવી લેવા. પાન બરાબર સુકાઈ જાય પછી તેને પાવડર કરી એર ટાઈટ કન્ટેનરમાં ભરી લો. હવે આ તૈયાર કરેલા પાવડરની એક ચમચી રોજ પાણી કે દૂધ સાથે સવારે લઈ લેવી.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)