Boiled Chana Water: બાફેલા ચણાનું પાણી પીશો તો શરીર રહેશે નિરોગી, ફેંકવાની નહીં કરો ભુલ
Boiled Chana Benefits: આપણે ચણા બાફીએ છીએ તો તેમાંથી પાણી નીકળે છે સામાન્ય રીતે લોકો આ પાણીને ફેંકી દેતા હોય છે. પરંતુ આજ પછી તમે આવી ભૂલ નહીં કરો. આજે તમને જણાવીએ કે ચણા બાફેલા પાણીમાં કેટલા ગુણ હોય છે.
Boiled Chana Benefits: આપણામાંથી દરેકના ઘરમાં કાળા ચણાનો ઉપયોગ ભોજનમાં થતો જ હોય છે. કાળા ચણાને બાફીને વિવિધ પ્રકારની વાનગી બનાવવામાં આવે છે. પરંતુ મોટાભાગના લોકો એક ભૂલ કરે છે જેના કારણે ચણામાંથી મળતું પોષણ અડધું થઈ જાય છે. આ ભૂલ છે કાળા ચણા બાફેલું પાણી ફેંકી દેવાની.
જ્યારે પણ આપણે ચણા બાફીએ છીએ તો તેમાંથી પાણી નીકળે છે સામાન્ય રીતે લોકો આ પાણીને ફેંકી દેતા હોય છે. પરંતુ આજ પછી તમે આવી ભૂલ નહીં કરો. આજે તમને જણાવીએ કે ચણા બાફેલા પાણીમાં કેટલા ગુણ હોય છે. ચણા બાફેલું પાણી ઉપયોગમાં લેવાથી શરીરને કેટલા ફાયદા થાય છે જાણી લો.
આ પણ વાંચો:
સફરજનના આ 2 તત્વ તબિયત કરી શકે છે ખરાબ, જાણો એક દિવસમાં કેટલા સફરજન ખાવા સેફ
24 કલાકમાં વધશે ડેંગ્યુમાં ઘટેલા પ્લેટલેટ્સ કાઉન્ટ, આ રીતે કરો પપૈયાના પાનનો ઉપયોગ
કમરના દુખાવાથી દવા વિના મળશે રાહત, રોજના ભોજનમાં આ 5 વસ્તુઓ લેવાનું કરો શરુ
એનર્જી ડ્રિંક
ચણા બાફેલું પાણી પીવાથી શરીર એનર્જટીક રહે છે.. ચણા કરતા વધારે પોષણ ચણાના પાણીમાં હોય છે અને તેમાં કેલરી એકદમ ઓછી હોય છે જેના કારણે શરીરને નબળાઈ દૂર થાય છે અને ઊર્જા વધે છે.
રોગપ્રતિકારક શક્તિ વધે છે
બાફેલા ચણાનું પાણી નિયમિત પીવાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે. ચણાનું પાણી સવારે પીવાથી વાયરલ રોગોથી બચાવ થાય છે અને ગંભીર રોગ થવાનું જોખમ પણ ઘટી જાય છે.
પાચન ક્રિયા સુધરે છે
ચણા બાફેલું પાણી પીવાથી પાચન ક્રિયા સુધરે છે અને પેટ સંબંધિત સમસ્યાઓ મટે છે.. આ પાણી પીવાથી કબજિયાત કોપરચો બ્લોટીંગ જેવી સમસ્યાઓથી રાહત મળે છે.
શરીર મજબૂત બને છે
બાફેલા ચણાનું પાણી પીવાથી કેલ્શિયમ પ્રોટીન અને અન્ય જરૂરી પોષક તત્વો શરીરને મળે છે જેના કારણે હાડકા સ્નાયુ અને દાંત મજબૂત થાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)