Health Tips: ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને તેની સાથે જ શરીરની પાણીની જરૂરિયાત પણ વધી જાય છે. આ સમય દરમિયાન તડકાના કારણે પરસેવો થાય છે અને તેના કારણે પણ શરીરમાં રહેલું પાણી ઓછું થાય છે. ગરમીના દિવસોમાં જો પાણી પીવામાં ધ્યાન રાખવામાં આવે તો ડીહાઇડ્રેશન પણ થઈ શકે છે. ડીહાઇડ્રેશનથી બચવું હોય તો શરીરમાં જરૂર પ્રમાણે પાણી હોય તે જરૂરી છે. ખાસ કરીને સવારે ઊઠીને પાણી પીવું ખૂબ જ જરૂરી છે. ઘણા લોકોને ઊઠીને સીધી જ ચા પીવાની આદત હોય છે તેને બદલે ઊઠીને પહેલાં પાણી પીવું જોઈએ. સવારે પાણી પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


બ્લડ શુગરથી લઈ હાર્ટની હેલ્થ માટે બેસ્ટ છે રેડ એલોવેરા, જાણો તેના ફાયદા વિશે


5 દિવસથી વધારે આવતું માસિક આ ગંભીર બીમારીનું હોય શકે છે લક્ષણ


High Cholesterol દુર કરવું હોય તો રોજના આહારમાં આ 5 શાકભાજીનો કરો સમાવેશ


- સવારે ઊઠીને સૌથી પહેલા પાણી પીવાથી પથરીનું જોખમ ઘટે છે. સવારે પાણી પીવાથી પેટમાં રહેલું એસિડ શાંત થાય છે અને પથરીનો વિકાસ અટકાવવામાં મદદ કરે છે. 


- રાત્રે કલાકો સુધી સુવાના કારણે શરીરમાં પાણી પહોંચતું નથી. ગરમીમાં સુતી વખતે પણ પરસેવો થાય છે. સવારે ઊઠીને પાણી પીવાથી શરીરની પાણીની જરૂરિયાત પૂરી થાય છે અને ડીહાઇડ્રેશનનું જોખમ ઘટે છે. 


- ડીહાઇડ્રેશનના કારણે ઘણી વખત ચક્કર આવે છે અને બ્રેન ફોગ પણ થાય છે. સવારે જાગીને પાણી પીવાથી આ સમસ્યા પણ દૂર થાય છે. 


- જો તમારી સ્કિન ડલ થઈ ગઈ છે તો પણ તમારે સવારે જાગીને પાણી પીવું જોઈએ. આમ કરવાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે અને સ્કીન ઉપર ગ્લો આવે છે. 


- સવારે ઊઠીને સૌથી પહેલા પાણી પીવાથી મેટાબોલિઝમ અને ડાયજેશન સુધરે છે જેના કારણે વધતું વજન અટકે છે.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)