Health Tips: આપણા સ્વાસ્થ્ય માટે પાણી ખૂબ જ ફાયદાકારક છે. શરીરમાં પાણીનું પુરતું પ્રમાણ જળવાઈ રહે તો અનેક રોગોથી બચી શકાય છે અને શરીર સ્વસ્થ રહે છે. ઘણા લોકો દિવસની શરુઆત ગરમ પાણીથી કરતાં હોય છે. ગરમ પાણી પીવાથી વજન ઘટે છે તેવું માનવામાં આવે છે. જો આ અંગે સ્વાસ્થ્ય નિષ્ણાંતો શું કહે છે તે જાણવું જરૂરી છે કારણ કે ઘણા લોકો ને ગરમ પાણી ફાયદો કરે છે તો ઘણાને નુકસાન તેવામાં ગરમ પાણીના ફાયદા અને નુકસાન બંને વિશે જાણવું જરુરી છે. 
  
ગરમ પાણી પીવાના ફાયદા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. હળવું હુંફાળું પાણી પીવાથી પેટ સાફ આવે છે. જો તમને અપચો અને એસિડિટીની ફરિયાદ હોય તો તમે હુંફાળું પાણી પી શકો છો. તેનાથી કબજિયાતની ફરિયાદ પણ દુર થાય છે. 
 
2. ગરમ પાણી ખોરાકને પચાવવા માટે અસરકારક છે. સવાર-સાંજ જમ્યા પછી હુંફાળું પાણી પીવું જોઈએ તેનાથી વજન ઓછું થઈ શકે છે. તેનાથી મન પણ શાંત રહે છે.
 
3. પાચન શક્તિ વધારવા માટે તમે ગરમ પાણી પી શકો છો. પરંતુ આ સ્થિતિમાં યોગ્ય માત્રામાં ગરમ ​​પાણીનું સેવન કરવું જોઈએ.
 
ગરમ પાણી પીવાથી થતાં નુકસાન

1. વધુ પડતા ગરમ પાણીના સેવનથી ડિહાઈડ્રેશનની તકલીફ થઈ શકે છે અને કિડનીને પણ તેની અસર થાય છે. ગરમ પાણીથી કિડનીને નુકસાન થવા લાગે છે.
 
2. જો તમે રાત્રે સૂતા પહેલા ગરમ પાણી પીશો તો ઊંઘ પર અસર થઈ શકે છે. આમ કરવાથી શારીરિક અને માનસિક સમસ્યાઓ થઈ શકે છે.
 
3. ગરમ પાણી ઇલેક્ટ્રોલાઇટ્સને વધુ પાતળા કરી શકે છે. તેનાથી માથાનો દુખાવો અને અન્ય સમસ્યાઓ થઈ શકે છે.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)