Uric Acid: યુરિક એસિડ એવો કચરો છે જે શરીરમાં કોષોના ભંગાણ દરમિયાન બને છે. સામાન્ય રીતે તેને કિડની લોહીમાંથી અલગ કરી અને શરીરમાંથી બહાર કાઢી નાખે છે. પરંતુ કેટલાક લોકોના શરીરમાંથી યુરિક એસિડ નીકળતું નથી અને જ્યારે તેનું પ્રમાણ વધુ પડતું થઈ જાય છે તો તે સાંધામાં જામી જાય છે અને તેના કારણે અસહ્ય દુખાવો થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 3 આયુર્વેદિક જડીબુટ્ટીથી મિનિટોમાં દુર થશે માથાનો દુખાવો, હળવું થઈ જશે ભારે માથું


યુરિક એસિડમાં વધારો એ આજના સમયની ​​સામાન્ય સમસ્યા બની ગયો છે. તેનું મુખ્ય કારણ આહારમાં ફેરફાર, વધારે વજન, દારૂનું સેવન અને કેટલીક દવા હોય શકે છે. યુરિક એસિડ લોહીમાં ઓગળી જાય તો તે કિડની દ્વારા શરીરમાંથી ફિલ્ટર થઈ જાય છે પરંતુ શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધુ હોય તો તેને કિડની શરીરમાંથી દૂર કરી શકતી નથી અને તે હાડકાના સાંધામાં ક્રિસ્ટલ તરીકે જમા થાય છે. પરંતુ એક આયુર્વેદિક પદ્ધતિ છે જેના દ્વારા યુરિક એસિડને શરીરમાંથી બહાર કરી શકાય છે. 


આ પણ વાંચો: Heart Attack: આ 3 વાતોનું રાખશો રોજ ધ્યાન તો હાર્ટ એટેકનું જોખમ થશે ઓછું


મેથી અને ધાણાનું પાણી યુરિક એસિડ ઘટાડવા માટે અસરકારક ઘરગથ્થુ ઉપચાર છે. તેના માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી મેથીના દાણા અને એક ચમચી ધાણા નાખીને આખી રાત પલાળી દો. આ પાણીને સવારે ગાળી અને ખાલી પેટ પીવું. આ પાણીમાં રહેલા પોષક તત્વો યુરિક એસિડ ઘટાડવામાં મદદ કરે છે. મેથીના દાણામાં રહેલા ફાયબર અને એન્ટીઓક્સીડેન્ટ્સ શરીરમાંથી યુરિક એસિડને દૂર કરવામાં મદદ કરે છે. ધાણાના બી સાંધામાં સોજો અને દુખાવો દુર કરવામાં મદદ કરે છે. થોડા અઠવાડિયા સુધી દરરોજ આ પાણીનું સેવન કરવાથી યુરિક એસિડમાં ઘટાડો થઈ જાય છે.


આ પણ વાંચો: Cold And Cough:શિયાળામાં વારંવાર નહીં થાય શરદી-ઉધરસ, એકવારમાં આરામ આપશે આ ઘરેલુ ઉપાય


ધાણા અને મેથીનું પાણી પીવાના ફાયદા


- મેથી અને ધાણાના બીમાં રહેલું ફાઇબર પાચન સુધારવામાં અને કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે.
-  મેથી અને ધાણાના બીજ ભૂખ ઘટાડવામાં મદદ કરે છે. જેના કારણે વજન ઘટે છે.
-  મેથી અને ધાણાના દાણામાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ અને બળતરા વિરોધી ગુણ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
-  મેથી અને ધાણાના દાણામાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ ત્વચાને ડેમેજ થતી બચાવે છે.


આ પણ વાંચો: Cumin: ભોજનમાં જીરાનો વધુ પડતો ઉપયોગ સાબિત થશે ઘાતક, લીવર અને કિડની થઈ શકે છે ડેમેજ


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)