Ear Pain: ઘણી વખત અચાનક જ કાનમાં દુખાવો થવા લાગે છે. કેટલીક વખત કાનમાં ખંજવાળ પણ આવતી હોય છે. કાનમાં થતી આ સમસ્યા પાછળ ઘણા કારણ જવાબદાર હોય છે. ઘણી વખત કાનમાં ઇન્ફેક્શન થયું હોય છે તેના કારણે પણ દુખાવો અથવા તો ખંજવાળ આવી શકે છે ઘણી વખત કાનની અંદર સોજો આવી ગયો હોય તો પણ દુખાવો અનુભવાય છે. જો શિયાળા દરમિયાન તમને પણ અચાનક કાનમાં દુખાવો રહેતો હોય તો તમે કેટલાક ઘરેલુ ઉપાય કરીને કાનના દુખાવા અને ખંજવાળથી મુક્તિ મેળવી શકો છો. આ ઘરગથ્થુ ઉપચાર ભયંકર દુખાવાથી પણ તુરંત છુટકારો અપાવશે. તો ચાલો તમને જણાવીએ એવા કયા ઘરેલુ નુસખા છે કાનના દુખાવાથી મુક્તિ અપાવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: આંખ, હાર્ટ સહિત દરેક અંગ રહેશે સ્વસ્થ, જાણો શિયાળામાં બાફેલા શક્કરીયા ખાવાથી થતા લાભ


સરસવનું તેલ


ઘણી વખત કાનમાં દુખાવો અને ખંજવાળ અંદર જામેલા વેક્સના કારણે પણ હોય છે. આવી સ્થિતિમાં સરસવનું તેલ ફાયદા કારક સાબિત થાય છે તેના માટે બે થી ત્રણ ટીપા સરસવના તેલના કાનમાં નાખો અને પછી કાનમાં રૂ લગાડી દો. 10 થી 15 મિનિટ સુધી તેને રાખો અને પછી રૂને કાઢશો તો અંદરનું વેક્સ ઓગળીને બહાર નીકળી ગયું હશે.


લસણ


કાનમાં તીવ્ર દુખાવો થતો હોય તો લસણની બે કળીને વાટી લો અને પછી સરસવના તેલમાં પકાવો.. હવે જે તેલ તૈયાર થયું છે તેને ઠંડુ કરીને રૂની મદદથી કાનમાં નાખો. 10 થી 15 મિનિટ સુધી આ તેલ કામમાં રહે તે વાતનું ધ્યાન રાખો આ રીતે કાનના દુખાવાથી આરામ મળશે..


આ પણ વાંચો: સાંધાના દુખાવાથી પરેશાન લોકો માટે આ તેલ છે વરદાન, 10 મિનિટની મસાજ પછી દોડતા થઈ જાશો


પીપરમેન્ટના પાન


કાનમાં દુખાવો થાય તો તમે પીપરમેન્ટનો ઉપયોગ પણ કરી શકો છો. પીપરમેન્ટના તાજા પાનનો રસ કાઢીને એક થી બે ટીપાં કાનમાં નાખવાથી ઝડપથી રાહત થાય છે 


ડુંગળીનો રસ


કાનના દુખાવાથી રાહત મેળવવા માટે ડુંગળીનો રસ પણ ઉપયોગી છે. તેના માટે એક ચમચી ડુંગળીના રસને હુંફાળું ગરમ કરી લો ત્યાર પછી બે થી ત્રણ ટીપા કાનમાં નાખો. દિવસમાં ત્રણથી ચાર વખત ડુંગળીનો રસ કાનમાં નાખશો એટલે કાનનો દુખાવો મટી જશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)