Immunity Booster Cloves: આપણા રસોડામાં ઉપયોગમાં આવતી કેટલીક વસ્તુઓ એવી છે જે દવા જેવું કામ કરે છે. તેમાંથી એક લવિંગ છે. લવિંગ દરેક ઘરના રસોડામાં જોવા મળે છે. લવિંગ ખાવાથી ઘણા ફાયદા થાય છે. લવિંગમાં પ્રોટીન, વિટામીન, એન્ટિઓક્સિડન્ટ સહિતના પોષક તત્વો હોય છે.  ખાસ કરીને રોજ સવારે ખાલી પેટ બે લવિંગ ચાવીને ખાવાથી ઘણી બધી બીમારીઓથી છુટકારો મળી જાય છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


કિડનીમાં પથરી હોય તેવા લોકોએ રોજ ખાવા જોઈએ આ ફળ, દવા વિના પથરીથી મળશે છુટકારો


ગમે તેટલો ગુસ્સો આવ્યો હોય આ 5 વસ્તુ ખાવાથી સુધરી જાય છે મૂડ..


Heart અને Immunity માટે વરદાન છે આ 5 વસ્તુ, ડાયટમાં સામેલ કરો અને જુઓ કમાલ


- આપણા શરીરનું મહત્વનું અંગ લીવર હોય છે. કારણ કે આપણા શરીરમાં છે અશુદ્ધ તત્વો હોય છે તેને બહાર કાઢવાનું કામ લીવર કરે છે. તેવામાં રોજ સવારે જો તમે લવિંગ ચાવીને ખાશો તો તમારું લીવર હેલ્ધી રહેશે અને બરાબર કામ કરતું રહેશે. 


- શરીરને બીમારીઓથી બચાવવું હોય તો જરૂરી છે કે આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે. લવિંગ માં વિટામિન સી વધારે પ્રમાણમાં હોય છે તેથી રોજ સવારે ખાલી પેટ લવિંગ ખાવાથી સફેદ રક્તકણમાં વધારો થાય છે અને શરીરને રોગ સામે લડવા માટે શક્તિ મળે છે. 


- જો તમને દાંતમાં દુખાવો હોય અથવા તો સવારના સમયે માથું ભારે રહેતું હોય તો ખાલી પેટ લવિંગનું સેવન કરવું જોઈએ. આમ કરવાથી દાંતનો દુખાવો તુરંત મટે છે.


- માથાનો તીવ્ર દુખાવો હોય તો તમે લવિંગનું તેલ સુંઘી પણ શકો છો અને તેને માથા પર લગાડી પણ શકો છો. તેનાથી માથાનો દુખાવો મટે છે.