Soaked Walnuts: સવારે ઉઠતાની સાથે જ ખાઈ લેવા પલાળેલા 5 અખરોટ, બેડ કોલેસ્ટ્રોલ સહિત આ સમસ્યાઓ થશે દુર
Soaked Walnuts: રોજ સવારે ખાલી પેટ પલાળેલા અખરોટ ખાવાથી શરીરનું વધતું વજન અટકે છે અને સાથે જ બેડ કોલેસ્ટ્રોલ સહિતની આ સમસ્યાઓ પણ દુર થવા લાગે છે. તો ચાલો પલાળેલા અખરોટ ખાવાથી થતા લાભ વિશે વિસ્તારપૂર્વક જાણી લો.
Soaked Walnuts: અખરોટ ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. અખરોટ વિશે મોટાભાગના લોકો એવું માને છે કે તે મગજ માટે સારું છે અને તે યાદશક્તિ વધારે છે. આ વાત સોચ ટકા સાચી છે કે અખરોટ માનસિક સ્વાસ્થ્ય અને સૌથી વધુ ફાયદો કરે છે. પરંતુ સવારે ખાલી પેટ પલાળેલા અખરોટ ખાવાથી શરીરની અન્ય ગંભીર સમસ્યાથી પણ રાહત મળવા લાગે છે. જો તમે રોજ સવારે ખાલી પેટ 4 થી 5 પલાળેલા અખરોટ ખાવાનું રાખો છો તો તેનાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. આ સ્વસ્થ લાભ વિશે જાણીને તમે પણ ચોક્કસથી અખરોટ ખાવાની શરૂઆત કરી દેશો.
પલાળેલા અખરોટ ખાવાથી થતા ફાયદા
આ પણ વાંચો: આ લાલ જ્યુસ રોજ પી લેવું, સફેદ વાળનો ગ્રોથ અટકશે અને લીવર પણ રહેશે સ્વસ્થ
અનિંદ્રા
રોજ સવારે પલાળેલા અખરોટ ખાવાથી અનિંદ્રાની ફરિયાદમાં ઘટાડો થાય છે. નિયમિત રીતે અખરોટ ખાવાથી ઊંઘ સારી આવવા લાગે છે. કારણ કે તેમાં મેલાટોનીને નામનું કેમિકલ હોય છે જે સારી ઊંઘ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
વજન ઘટે છે
શરીરનું વધતું વજન કંટ્રોલ કરવું હોય તો દિવસની શરૂઆત પલાળેલા અખરોટ ખાઈને કરો. અખરોટમાં ફાઇબર અને ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે વધતા વજનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે સવારે પાંચ પલાળેલા અખરોટ ખાઈ લેવાથી ભૂખ પણ ઓછી લાગશે.
આ પણ વાંચો: ઘરની આસપાસ જમા થયું હોય વરસાદી પાણી તો આ બિમારીઓ ફેલાવાનું વધે છે જોખમ
ઈમ્યુનિટી બુસ્ટ કરે છે
ખાલી પેટ પલાળેલા અખરોટનું સેવન કરવાથી શરીરને ભરપૂર માત્રામાં એન્ટિઓક્સિડન્ટ મળે છે. તેનાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે. જે લોકોને શરદી ઉધરસ વારંવાર થતા હોય તેમણે પલાળેલા અખરોટ નિયમિત ખાવા જોઈએ.
યુવી કિરણોથી પ્રોટેક્શન
પલાળેલા અખરોટમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે સાથે જ વિટામિન ઈ, મેલાટોનીન અને પોલીફેનોલ નામના કેમિકલ હોય છે. આ તત્વો સ્કીન સંબંધિત સમસ્યાને ઘટાડે છે. તે સ્કીનને યુવી કિરણોથી થતા નુકસાનથી બચાવે છે.
આ પણ વાંચો: Panchgavya: ગૌમાતાથી મળતા પંચગવ્ય છે વરદાન, આ 5 વસ્તુઓ દુર કરી શકે છે કોઈપણ બીમારી
બેડ કોલેસ્ટ્રોલ
બેડ કોલેસ્ટ્રોલ વધવું આજના સમયની સૌથી ગંભીર સમસ્યા છે. જો તમે ખાલી પેટ અખરોટ ખાવાનું રાખો છો તો તેનાથી બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહેશે અને ગુડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ જળવાયેલું રહેશે. પલાળેલા અખરોટ ખાવાથી હૃદય રોગથી સુરક્ષા થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)