Waterborne Diseases: ઘરની આસપાસ જમા થયું હોય વરસાદી પાણી તો આ બિમારીઓ ફેલાવાનું વધે છે જોખમ

Waterborne Diseases: વરસાદના કારણે જ્યારે ઘરની આસપાસ પાણી ભરાયેલું રહે છે તો આ પાણી સમસ્યાનું કારણ બને છે અને સાથે જ ઘણી બધી બીમારીઓનું જોખમ પણ વધારે છે. વરસાદ પછી પાણીજન્ય રોગો ફેલાવવાનું જોખમ વધી જાય છે.

Waterborne Diseases: ઘરની આસપાસ જમા થયું હોય વરસાદી પાણી તો આ બિમારીઓ ફેલાવાનું વધે છે જોખમ

Waterborne Diseases: તાજેતરમાં જ ગુજરાતભરમાં ભારે વરસાદનો દૌર ચાલ્યો હતો. કેટલાક જિલ્લાઓમાં સતત ચાર દિવસ સુધી વરસાદ વરસ્યો હતો જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. વરસાદી પાણી હવે ઓસરવા લાગ્યા છે પરંતુ વરસાદી પાણીના કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી શકે છે તેવી ભીતિ સર્જાઈ છે. વરસાદના કારણે જ્યારે ઘરની આસપાસ પાણી ભરાયેલું રહે છે તો આ પાણી સમસ્યાનું કારણ બને છે અને સાથે જ ઘણી બધી બીમારીઓનું જોખમ પણ વધારે છે. વરસાદ પછી પાણીજન્ય રોગો ફેલાવવાનું જોખમ વધી જાય છે. તો ચાલો તમને જણાવીએ કે વરસાદનું પાણી ભરાયું હોય પછી કયા રોગોથી બચવા માટે તકેદારી રાખવી જરૂરી છે. 

ડેન્ગ્યુ મલેરિયા 

ઠેર ઠેર પાણી ભરાયેલા હોય તો તેના કારણે ડેન્ગ્યુ, મલેરિયા જેવી બીમારી ફેલાવવાનું જોખમ તે વિસ્તારમાં વધી જાય છે. ડેન્ગ્યુ અને મેલેરીયા મચ્છર દ્વારા ફેલાતી બીમારી છે. ડેન્ગ્યુ મલેરિયા ફેલાવતા મચ્છર સ્થિર પાણીમાં ઈંડા આપે છે. જો તમારા ઘર કે બગીચામાં પાણી જમા થયું હોય તો ત્યાં મચ્છર ઉત્પન્ન થઈ શકે છે જે આ બીમારીઓનું સંક્રમણ વધારે છે. તેથી જ્યાં પણ પાણી ભરાયું હોય તે જગ્યાની નિયમિત રીતે સાફ-સફાઈ કરવી જોઈએ. આવા વિસ્તારમાં રહેતા લોકોએ સુધી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ અને મચ્છરથી બચવાના ઉપાયો પણ કરવા જોઈએ. 

વોટરબોર્ન ડિસીઝ 

વરસાદી વાતાવરણમાં જો પાણી ભરાઈ ગયું હોય તો તેના કારણે ઝાડા, ઉલટી, કોલેરા, ટાઈફોડ અને કમળો ફેલાવવાની ભીતી પણ વધી જાય છે. વરસાદી પાણીના કારણે પીવાનું પાણી પણ ગંદુ થઈ જાય છે અને તેમાં પણ બેક્ટેરિયા અને વાયરસ વધવા લાગે છે. આવું પાણી પીવાથી કે તેના સંપર્કમાં આવવાથી ઉપરોક્ત બીમારીઓ ફેલાઈ શકે છે. તેથી આ સમય દરમિયાન પાણીને હંમેશા ઉકાળીને પીવાનું રાખો. 

ફંગલ ઇન્ફેક્શન 

ભારે વરસાદના કારણે ઘરની આસપાસ ભરાયેલું પાણી ગંદુ હોય છે. આવા પાણીના સંપર્કમાં આવવાથી ફંગલ ઇન્ફેક્શન થઈ શકે છે. પાણીના કારણે ત્વચામાં અલગ અલગ પ્રકારની સમસ્યા પણ થઈ શકે છે. તેથી આ સમય દરમિયાન સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો અને ભીના કપડા પહેરી રાખવાનું ટાળો. સાથે જ પગ પણ ભીના થાય તો તુરંત જ તેને કોરા કરો. 

શ્વાસની સમસ્યાઓ 

જો ગંદુ પાણી ઘરની આસપાસ લાંબા સમય સુધી જમા થયેલું રહે તો તેમાંથી વાસ આવવા લાગે છે અને આ સ્થિતિમાં શ્વાસ સંબંધિત સમસ્યા પણ થઈ શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news