Garlic and Honey: આપણા ઘરના રસોડામાં એવી ઘણી બધી વસ્તુઓ છે જે આપણા સ્વાસ્થ્ય માટે ઔષધી સમાન છે. રસોઈમાં એવા અનેક મસાલા પણ છે જે ઘણી બધી બીમારીઓને મટાડવાનું કામ કરે છે. આવી જ એક વસ્તુ છે લસણ.. તમે પણ સાંભળ્યું હશે કે સવારે લસણ ખાવાથી શરીરને ફાયદો થાય છે પરંતુ શું તમે જાણો છો કે જો આ લસણને તમે મધની સાથે ખાશો તો તેનાથી બમણો ફાયદો થશે? જો તમે આજ સુધી લસણ અને મધ ખાવાના ફાયદા વિશે નથી જાણ્યું તો ચાલો તમને તેના ફાયદા વિશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લસણમાં વિટામિન એ, વિટામિન બી, વિટામીન સી, પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ, ફેટ અને એન્ટિઓક્સિડન્ટ સહિત અનેક પોષક તત્વો હોય છે. મધમાં પણ એન્ટી બેકટેરિયલ અને એન્ટી ઓક્સીડન્ટ ગુણ હોય છે. જો આ બંને વસ્તુઓને એક સાથે ખાવામાં આવે તો તેનાથી તેના ફાયદા પણ વધી જાય છે. 


આ પણ વાંચો: નાસ્તામાં ફણગાવેલા મગ ખાવાથી થતા ફાયદા વિશે જાણો છો તમે ? જાણીને રોજ ખાવા લાગશો


લસણ અને મધ ખાવાથી થતા ફાયદા


- મધ અને લસણમાં ભરપૂર માત્રામાં એન્ટી બેક્ટિરિયલ અને એન્ટિઓક્સિડન્ટ ગુણ હોય છે જે શરદી અને ઉધરસ એવી વાયરલ બીમારીઓથી બચાવમાં મદદ કરે છે. 


- શિયાળામાં ઘણી વખત ગળામાં દુખાવો થવા લાગે છે આ સ્થિતિમાં લસણ અને મધનું સેવન કરવાથી ગળાનું દુખાવો કુદરતી રીતે મટી જશે. મધવાળું લસણ ખાવાથી ગળામાં થયેલું ઇન્ફેક્શન પણ મટે છે.


આ પણ વાંચો:  Headache: આ 5 ટ્રીકની મદદથી અસહ્ય માથાનો દુખાવો પણ દવા વિના મટી જશે, એકવાર કરી જુઓ ટ


- જો તમે વધારે વજનથી પરેશાન છો તો રોજ સવારે મધવાળું લસણ ખાવાનું શરૂ કરો. તેનાથી મેટાબોલિઝમ બુસ્ટ થશે અને શરીરનું વજન ઝડપથી ઘટવા લાગશે.


- હૃદયનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે પણ મધવાળું લસણ ખાવું જોઈએ તેમાં એવા બધા ગુણો હોય છે જે હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડે છે અને હાર્ટની હેલ્થી રાખે છે.


આ પણ વાંચો: Ear Pain: કાનનો દુખાવો અને ખંજવાળ 10 મિનિટમાં દુર કરતાં સરળ ઘરેલુ ઉપાયો


- મધ વાળું લસણ પાચનતંત્ર માટે પણ સારું છે. મધવાળું લસણ રોજ સવારે ખાવાથી પેટની સમસ્યાઓ દૂર થાય છે અને આંતરડામાં જામેલી ગંદકી પણ સાફ થઈ જાય છે.


કેવી રીતે કરવો લસણ અને મધનો ઉપયોગ ? 


જો તમે રોજ મધવાળું લસણ ખાવા માંગતા હોય તો એક કાચની બોટલમાં મધ ભરો અને તેમાં લસણ અને છોલીને રાખી દો. એક સપ્તાહ સુધી લસણને મધમાં ડુબાડી રાખો. ત્યાર પછી રોજ સવારે મધવાળું લસણ ચાવીને ખાઈ જવું.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)