Diabetes: સવારે વાસી મોઢે આ ખાઈ લો આ વસ્તુ, સાંજ સુધીમાં બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Diabetes: જે લોકોને ડાયાબિટીસ હોય તેમણે ખાવા પીવામાં અને જીવનશૈલીમાં ખાસ ફેરફાર કરવા પડે છે. તેમ છતાં બ્લડ સુગર વધી જવાની ચિંતા સતાવતી રહે છે. આ ચિંતાથી મુક્ત થવું હોય તો કેટલાક ઘરેલુ ઉપાયની મદદ લઈ શકાય છે. સવારના સમયે કેટલીક વસ્તુઓનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રાખવામાં મદદ મળે છે.
Diabetes: વર્તમાન સમયમાં ડાયાબિટીસ એક ગંભીર સમસ્યા બની ચૂક્યું છે. આજના સમયમાં યુવાનો અને નાના બાળકો પણ ડાયાબિટીસનો શિકાર થઈ જાય છે. ડાયાબિટીસમાં પેનક્રિયાઝમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન ઓછું થઈ જાય છે અથવા તો બંધ થઈ જાય છે જેના કારણે બ્લડ સુગર અનિયંત્રિત રીતે વધવા લાગે છે. જો લાંબા સમય સુધી બ્લડ સુગર હાઈ લેવલ પર રહેતો તેના કારણે શરીરના મુખ્ય અંગ ડેમેજ પણ થઈ શકે છે. આ જ કારણ છે કે ડાયાબિટીસમાં બ્લડ સુગરને કંટ્રોલમાં રાખવું જરૂરી થઈ જાય છે.
આ પણ વાંચો: આ 5 શાકનો ઉપયોગ કરતા પહેલા પાણીમાં ઉકાળવા જરૂરી, ગંદકી સાફ થશે અને વધી જશે પોષકતત્વો
જે લોકોને ડાયાબિટીસ હોય તેમણે ખાવા પીવામાં અને જીવનશૈલીમાં ખાસ ફેરફાર કરવા પડે છે. તેમ છતાં બ્લડ સુગર વધી જવાની ચિંતા સતાવતી રહે છે. આ ચિંતાથી મુક્ત થવું હોય તો કેટલાક ઘરેલુ ઉપાયની મદદ લઈ શકાય છે. સવારના સમયે કેટલીક વસ્તુઓનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રાખવામાં મદદ મળે છે.
બ્લડ સુગર કંટ્રોલ કરશે ફણગાવેલી મેથી
આ પણ વાંચો: Milk: આ લોકોએ રાત્રે ભુલથી પણ દૂધ પીવું નહીં, દૂધથી ફાયદાને બદલે થવા લાગશે નુકસાન
ડાયાબિટીસ હોય તેઓ સવારના સમયે ફણગાવેલી મેથીનું સેવન કરે છે તો આખો દિવસ બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. ફણગાવેલી મેથી ફાઇબરથી ભરપૂર હોય છે જે પાચનશક્તિને પણ મજબૂત કરવાનું કામ કરે છે. ફણગાવેલી મેથી બ્લડ સુગરને અચાનક વધતા અટકાવે છે. ફણગાવેલી મેથીમાં એમિનો એસિડ પણ ભરપૂર માત્રામાં હોય છે જે ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરવામાં શરીરને મદદ કરે છે. તેનાથી બ્લડ સુગરને પણ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. ફણગાવેલી મેથીનું નિયમિત સેવન કરવાથી બેડ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં અને વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.
આ પણ વાંચો: સૂતી વખતે તળિયામાં બળતરા થતી હોય તો ન કરો ઈગ્નોર, આ ગંભીર સમસ્યાનું હોય શકે છે લક્ષણ
મેથીની કેવી રીતે ફણગાવવી ?
સૌથી પહેલા મેથીના થોડા દાણા લેવા અને તેને સાદા પાણીથી ચારથી પાંચ વખત સારી રીતે ધોઈ લેવા. ત્યાર પછી મેથીના દાણાને પાણીમાં પલાળી આખી રાત છોડી દો. સવારે પાણીમાંથી મેથીના દાણાને કાઢીને સુતરાઉ કપડામાં બાંધીને કોઈ જગ્યાએ રાખી દો. બપોર સુધીમાં મેથીમાં અંકુર ફૂટવા લાગશે. તેને આખો દિવસ આ રીતે જ રહેવા દો. જો મેથી ડ્રાય થવા લાગે તો થોડું પાણી છાંટી દો. આ રીતે તૈયાર કરેલા ફણગાવેલા મેથીના દાણાનું સેવન બીજા દિવસે સવારે ખાલી પેટ કરી લો. તમે એક સાથે વધારે મેથી ફણગાવીને એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર પણ કરી શકો છો.
આ પણ વાંચો: Rainy Season: વરસાદમાં પલળ્યા પછી પણ નહીં પડો બીમાર, બસ આ 5 ટીપ્સ ફોલો કરજો
ડાયાબિટીસમાં કેવી રીતે ખાવી ફણગાવેલી મેથી ?
બ્લડ શુગરને કંટ્રોલ કરવા માટે ફણગાવેલી મેથી ખાવી હોય તો તેને તમે સલાડમાં, દહીંમાં કે અન્ય કોઈપણ વસ્તુમાં ઉમેરીને ખાઈ શકો છો. સૌથી બેસ્ટ રહેશે કે તમે સવારે ખાલી પેટ એક ચમચી ફણગાવેલી મેથી ચાવીને ખાઈ લો. જો રોજ સવારે ફણગાવેલી મેથી ખાઈ લેશો તો આખો દિવસ બ્લડ સુગર કંટ્રોલમાં રહેશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)