Remedies For High Cholesterol: અનહેલ્ધી ફુડ અને અનિયમિત જીવનશૈલીના કારણે લોકોમાં કોલેસ્ટ્રોલની સમસ્યા પણ ઝડપથી વધી રહી છે. કોલેસ્ટ્રોલ વધવું તે હાર્ટ અને મગજ માટે જોખમી છે. સતત હાઈ રહેતું કોલેસ્ટ્રોલ લોહીની નસો બ્લોક કરે છે. તેના કારણે આમ તો કોઈ લક્ષણ દેખાતા નથી પરંતુ તે કોઈપણ સમયે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું કારણ બની શકે છે. તેથી જ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવું ખૂબ જ જરૂરી છે. જ્યારે કોલેસ્ટ્રોલ વધે ત્યારે તમારે કેટલીક વસ્તુઓનું સેવન કરવું જોઈએ. આ વસ્તુઓ શરીરમાં વધતા કોલેસ્ટ્રોલને ઘટાડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓટ્સ
જો તમે કોલેસ્ટ્રોલની સમસ્યાથી છુટકારો મેળવવા માંગતા હોય તો સવારના નાસ્તામાં હેવી ફુડને બદલે ઓટ્સ ખાવાનું શરૂ કરો. ઓટ્સ ખાવાથી નસોમાં જમા થયેલું કોલેસ્ટ્રોલ દુર થાય છે અને નસોનું બ્લોકેજ ખુલે છે. 


આ પણ વાંચો:


આ સમયે હળદરવાળું દૂધ પીવાથી થાય છે નુકસાન, પીવાથી ખાવા પડશે હોસ્પિટલના ચક્કર


પુરુષો માટે બેસ્ટ છે અંજીર, રોજ ખાવાથી થશે આ જોરદાર ફાયદા


આ 5 સ્થિતિમાં પપૈયું ખાવાથી થાય છે નુકસાન, જાણો પપૈયું ખાવાથી થતી આડઅસર વિશે


સફરજન 
સફરજન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. રોજ  એક સફરજનનું સેવન ખાઈને તમે સરળતાથી હાઈ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી શકો છો. રોજ એક સફરજન ખાવાથી તમારું વજન પણ ઘટી શકે છે.


ગાજર
ગાજર પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ખાસ કરીને તે કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં કરવાનું કામ કરે છે. જો તમે હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યાથી પીડિત છો તો ગાજરનું સેવન શરૂ કરો. થોડા જ દિવસમાં તમને ફાયદો જોવા મળશે. 


ઈસબગૂલ
કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તેવા લોકોએ ઈસબગોલનું સેવન કરવું જોઈએ. તેનાથી હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યાથી છુટકારો મળી શકે છે.