આ સમયે હળદરવાળું દૂધ પીવાથી થાય છે નુકસાન, પીવાથી ખાવા પડશે હોસ્પિટલના ચક્કર

Turmeric Milk Side Effects: હળદરવાળું દૂધ પીવાનો રિવાજ મોટાભાગના ઘરમાં હોય છે. હળદર અને દૂધ બંને શરીર માટે ગુણકારી છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં આ દૂધ પીવાથી તબિયત વધારે ખરાબ થઈ શકે છે?

આ સમયે હળદરવાળું દૂધ પીવાથી થાય છે નુકસાન, પીવાથી ખાવા પડશે હોસ્પિટલના ચક્કર

Turmeric Milk Side Effects: કદાચ જ એવું કોઈ ઘર હશે જ્યાં દૂધ પીવામાં ન આવતું હોય અને મોટાભાગના ઘર એવા હોય છે જ્યાં દિવસમાં એકવાર દૂધમાં હળદર ઉમેરી તેનું સેવન કરવામાં આવતું હોય. દૂધ પીવાથી શરીરને જરૂરી પોષકતત્વો મળે છે. તેમાં શરીર માટે જરૂરી બધા જ પોષક તત્વો હોય છે. સાથે જ હળદર પણ ગુણકારી વસ્તુ છે તેનો ઉપયોગ રસોઈમાં તો થાય જ છે પરંતુ સાથે જ તેનો ઉપયોગ વિવિધ ઘરેલું ઉપચારમાં પણ કરવામાં આવે છે. આ જ કારણ છે કે હળદર અને દૂધને એકસાથે પણ પીવામાં આવે છે. હળદરવાળું દૂધ સારું જ છે પરંતુ કેટલીક સ્થિતિમાં હળદરવાળું દૂધ પીવાથી નુકસાન પણ થાય છે.

હળદર અને દૂધ પીવાથી થતા નુકસાન

આ પણ વાંચો:

આ 5 સ્થિતિમાં પપૈયું ખાવાથી થાય છે નુકસાન, જાણો પપૈયું ખાવાથી થતી આડઅસર વિશે
 
ગર્ભાવસ્થા દરમિયાન
હળદરની તાસીર ગરમ હોય છે. તેથી તેનું સેવન કરવાથી શરીરમાં  ગરમી વધે છે. તેથી સગર્ભા સ્ત્રીઓએ હળદરવાળું દૂધ પીવાનું ટાળવું જોઈએ. 

લીવરની સમસ્યા હોય ત્યારે
હળદરવાળું દૂધ પીવાથી લીવરને નુકસાન થઈ શકે છે કારણ કે ગરમ તાસીરની વસ્તુઓ લીવર માટે સારી નથી. કારણ કે લીવર ડેમેજ થાય તો જીવન પર જોખમ ઊભું થઈ શકે છે. 

પથરીની સમસ્યા હોય ત્યારે
હળદરને મર્યાદિત માત્રામાં લેવી જોઈએ. જો તમે દિવસ દરમિયાન વધારે પ્રમાણમાં હળદર લો છો તો તેનાથી પેટ સંબંધિત સમસ્યાઓ થશે. ખાસ કરીને જે લોકોને પથરીની સમસ્યા હોય તેમણે હળદરવાળું દૂધ ન પીવું જોઈએ. 

ડાયાબિટીસના દર્દીએ
ડાયાબિટીસના દર્દીઓએ તેમના ખાવા-પીવા પર ખાસ ધ્યાન રાખવું પડે છે. તેવામાં હળદર ડાયાબિટીસના દર્દીઓ માટે જોખમી છે. તેને વધારે લેવાથી સુગર લેવલ પર અસર થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news