Almond Side Effects: બદામ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. બદામમાં ભરપુર માત્રામાં પ્રોટીન, ફાઇબર, વિટામિન અને મિનરલ્સ હોય છે. જે તત્વો શરીરને લાભ કરે છે. પરંતુ આ લાભ શરીરને ત્યારે મળે છે જ્યારે બદામને પલાળીને ખાવામાં આવે. જો બદામને પલાળ્યા વિના કાચી ખાવામાં આવે તો તે નુકસાન પણ કરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:  Uric Acid: વધેલા યુરિક એસિડને કંટ્રોલ કરે છે આ 4 સુપર ફૂડ, બસ યોગ્ય સમયે ખાવા જરૂરી


બદામને રાત્રે પાણીમાં પલાળી સવારે પલાળેલી બદામ ખાવાથી ઘણા પોષક તત્વોને પચાવવા સરળ થઈ જાય છે. બદામને પાણીમાં પલાળવાથી તેનો સ્વાદ મીઠો થઈ જાય છે અને તે સોફ્ટ પણ થઈ જાય છે. કેટલાક લોકો બદામને પલાળ્યા વિના પણ ખાય છે. આવા લોકોએ એ વાત જાણવી ખાસ જરૂરી છે કે બદામને પલાળ્યા વિના ખાવાથી કયા નુકસાન થાય છે. તો ચાલો તમને જણાવીએ બદામ પલાળ્યા વિના ખાવાથી થતા 4 મોટા નુકસાન વિશે. 


આ પણ વાંચો:  વાસી મોઢે પીધેલું 1 ગ્લાસ સાદુ પાણી શરીર માટે અમૃત, આ આદત શરીરને રાખશે ફીટ


પાચનની સમસ્યા 


બદામમાં ફાઇબર હોય છે જે પાચન માટે સારું છે પરંતુ જો બદામને તમે પલાળ્યા વિના ખાવ છો તો તે પાચનતંત્ર સંબંધિત સમસ્યા કરી શકે છે. કાચી બદામ ખાવાથી પેટ ફુલવું, ગેસ અને કબજિયાત થઈ શકે છે. 


પોષક તત્વોનું ઓછું અવશોષણ 


બદામમાં ફાઈટીક એસિડ જેવા પોષક તત્વો હોય છે. જેને શરીર સરળતાથી અવશોષિત કરી શકતું નથી. જો બદામને પલાળવામાં આવે તો ફાઈટીક એસિડ તૂટી જાય છે અને તેના પોષક તત્વોને શરીર સારી રીતે અવશોષિત કરી શકે છે. 


આ પણ વાંચો:  ડાયાબિટીસમાં જ નહીં સ્વાદિષ્ટ જાંબુ હાર્ટ, પેટ સહિતના અંગોને કરે છે આવા ફાયદા


દાંતને નુકસાન 


બદામ કઠોર હોય છે અને તે ચાવવામાં મુશ્કેલી કરી શકે છે. જો તમે બદામને પલાળ્યા વિના ખાવ છો તો તેનાથી દાંતને નુકસાન થઈ શકે છે. પલાળવાથી બદામ નરમ થઈ જાય છે અને તેને ચાવવી સરળ થાય છે જેના કારણે દાંત પર દબાણ ઓછું પડે છે. 


આ પણ વાંચો:  Constipation: કબજિયાત દુર કરશે છાશનો આ નુસખો, કલાકમાં જ પેટ થઈ જાશે સાફ


એલર્જીનું જોખમ 


કેટલાક લોકોને બદામ કાચી ખાવાથી એલર્જી પણ થઈ જતી હોય છે. જો બદામને આખી રાત પાણીમાં પલાળી રાખવામાં આવે તો તેમાં એલર્જી ઉત્પન્ન કરતા તત્વો ઓછા થઈ જાય છે જેના કારણે એલર્જી થવાનું જોખમ પણ ઘટી જાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)