Constipation: કબજિયાત દુર કરશે છાશનો આ નુસખો, કલાકમાં જ પેટ થઈ જાશે સાફ
Home Remedy For constipation:કબજિયાત માટેના અનેક ઘરેલુ નુસખામાં એક નુસખો છાશનો છે. છાશનો આ નુસખો અજમાવવાથી મહિનાઓ જૂની કબજિયાત પણ મટી જાશે. આ નુસખાની કોઈ આડઅસર પણ નથી. જે નુસખા વિશે વાત કરી રહ્યા છીએ તેને કરવાથી કલાકોમાં જ પેટ સાફ આવી જાશે.
Trending Photos
Home Remedy For constipation: કબજિયાતની સમસ્યા પરેશાન કરી દેનાર હોય છે. ઘણીવાર કબજિયાતના કારણે અન્ય ગંભીર સમસ્યાનો સામનો પણ કરવો પડે છે. કબજિયાત થવાના કારણો અલગ અલગ હોય છે. કબજિયાત મટાડવા માટે દવાઓ પણ મળે છે પરંતુ આ દવાઓ થોડા સમય માટે જ અસર કરે છે. જો તમારે કબજિયાતથી કાયમી મુક્તિ મેળવવી હોય તો કેટલાક ઘરેલુ નુસખા અસરકારક સાબિત થાય છે.
કબજિયાત માટેના અનેક ઘરેલુ નુસખામાં એક નુસખો છાશનો છે. છાશનો આ નુસખો અજમાવવાથી મહિનાઓ જૂની કબજિયાત પણ મટી જાશે. આ નુસખાની કોઈ આડઅસર પણ નથી. જે નુસખા વિશે વાત કરી રહ્યા છીએ તેને કરવાથી કલાકોમાં જ પેટ સાફ આવી જાશે.
કબજિયાત મટાડતી છાશ
કબજિયાતથી પરેશાન હોય અને દિવસોથી પેટ સાફ ન આવ્યું હોય તો આ વસ્તુ તમે પણ ટ્રાય કરી શકો છો. કબજિયાતમાં છાશ ગુણકારી માનવામાં આવે છે. છાશ પાચનક્રિયાને સુધારે છે. પરંતુ કબજિયાત હોય તો એક છાશ કામ નથી કરતી તેના માટે છાશમાં ખાસ ચૂર્ણ મિક્સ કરવું પડે છે. કબજિયાત મટાડવી હોય તો છાશમાં ત્રિફળા ચૂર્ણ મિક્સ કરીને પીવાનું રાખો.
સવારે કરો ઉપાય
સામાન્ય રીતે ત્રિફળા ચૂર્ણ રાત્રે લેવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ છાશ સાથે ત્રિફળા ચૂર્ણ લેવાનું હોવાથી તેને રાત્રે લેવાનું ટાળવું. કબજિયાત મટાડવા માટે ત્રિફળા ચૂર્ણવાળી છાશ સવારના સમયે પીવી જોઈએ. જો સવારે છાશ પીવી ન હોય તો બપોરે પણ તમે આ છાશ પી શકો છો.
કબજિયાતનો ઈલાજ આ ઘરેલુ નુસખાથી થઈ શકે છે પરંતુ જો તમને ઘણા સમયથી કબજિયાત હોય અથવા તો વારંવાર પેટની તકલીફ રહેતી હોય તો એકવાર ડોક્ટરનો સંપર્ક કરી લેવો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે