Water in Morning: વાસી મોઢે પીધેલું 1 ગ્લાસ સાદુ પાણી શરીર માટે અમૃત, આ આદત શરીરને રાખશે ફીટ

Water in Morning:શું તમે જાણો છો કે સવારે જાગીને સૌથી પહેલા પાણી પીવાની આદત શરીરને કેટલો ફાયદો કરે છે ? જો તમને સવારે ઊઠીને પાણી પીવાની આદત ન હોય તો આ ફાયદા જાણીને તમે સવારે જાગીને સૌથી પહેલા પાણી પીવા લાગશો. 

Water in Morning: વાસી મોઢે પીધેલું 1 ગ્લાસ સાદુ પાણી શરીર માટે અમૃત, આ આદત શરીરને રાખશે ફીટ

Water in Morning: એ વાત તો તમે પણ જાણતા હશો કે પાણી પીવું આપણા શરીર માટે કેટલું જરૂરી છે. પરંતુ શું તમે જાણો છો કે સવારે જાગીને સૌથી પહેલા પાણી પીવાની આદત શરીરને કેટલો ફાયદો કરે છે ? આખી રાત પસાર થયા પછી શરીર સવારે ડિહાયડ્રેટ થઈ ગયું હોય છે. તેવામાં સવારે જાગીને સૌથી પહેલા પાણી પીવાથી શરીર ફરીથી હાઇડ્રેટ થઈ જાય છે. જો તમને સવારે ઊઠીને પાણી પીવાની આદત ન હોય તો આ ફાયદા જાણીને તમે સવારે જાગીને સૌથી પહેલા પાણી પીવા લાગશો. 

સવારે ખાલી પેટ પાણી પીવાના ફાયદા 

પ્રાચન ક્રિયા સુધરે છે 

આખી રાત સુતા પછી સવારે જાગીને ખાલી પેટ સૌથી પહેલા પાણી પીવાથી પાચન ક્રિયા દુરસ્ત રહે છે. જો પાચનતંત્ર બરાબર રીતે કામ કરતું હોય તો ભોજન સરળતાથી પચે છે અને કબજિયાત જેવી બીમારીથી બચી શકાય છે. 

શરીરના વિશાક્ત પદાર્થ બહાર નીકળે છે 

ઊંઘ દરમિયાન આપણા શરીરમાં કેટલીક માત્રામાં ગંદકી પણ બનતી હોય છે. શરીરના આ વિશાક્ત પદાર્થને જો શરીરમાંથી બહાર કાઢવા હોય તો સવારે જાગીને સૌથી પહેલા પાણી પી લેવું. સવારે ખાલી પેટ પાણી પીવાથી શરીરમાં રહેલા ટોક્સિન શરીરમાંથી નીકળી જાય છે અને સ્કિન ચમકદાર બને છે. 

મગજ તેજ થાય છે 

આપણા મગજનો 73% ભાગ પાણીથી બનેલો હોય છે. જો સવારે જાગીને પર્યાપ્ત માત્રામાં પાણી પીવામાં આવે તો મગજ તેજ અને સતર્ક રહે છે. સાથે જ યાદશક્તિ પણ સુધરે છે. સવારે એક ગ્લાસ પાણી પણ પી લેવામાં આવે તો આખો દિવસ એક્ટિવ રહી શકાય છે. 

વજન ઘટે છે 

સવારે ખાલી પેટ પાણી પી લેવાથી પેટ કલાકો સુધી ભરેલું રહે છે જેના કારણે તમે ઓવરઈટિંગ કરતા નથી. આ આદત વજન ઘટાડવામાં મદદ કરે છે. સવારે ખાલી પેટ સૌથી પહેલા પાણી પીવાથી મેટાબોલિઝમ સુધરે છે. સાથે જ કેલેરી પણ ઝડપથી બળવા લાગે છે.

સવારે જાગીને કેટલું પાણી પીવું ? 

સવારે જાગીને કેટલું પાણી પીવું તે શરીરના વજન અને ફિઝિકલ એક્ટિવિટી પર આધાર રાખે છે. સામાન્ય વયસ્ક વ્યક્તિ સવારે જાગીને 300 થી 500 મિલિલીટર પાણી પી શકે છે. આ પાણીમાં લીંબુનો રસ અને મધ પણ ઉમેરી શકાય છે. સાદા પાણીની જેમ હુંફાળુ પાણી પણ પી શકાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news