Aloe Vera ખાવાથી શરીરને થાય છે જબરદસ્ત લાભ, દવા વિના દુર થઈ શકે છે ઘણી સમસ્યાઓ, આ રીતે કરવું સેવન
Aloe Vera Health Benefit: આયુર્વેદમાં તેનો ઔષધી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. એલોવેરાને ઘૃતકુમારી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક એવો છોડ છે જેનો ઉપયોગ અલગ અલગ પ્રકારની સમસ્યાઓમાં દવા તરીકે કરી શકાય છે.
Aloe Vera Health Benefit: એલોવેરામાં સ્વાસ્થ્યને લાભ કરે તેવા ઘણા બધા ગુણ હોય છે. તેનો ઉપયોગ ત્વચા અને વાળ ઉપર પણ કરી શકાય છે અને તેનું સેવન પણ કરી શકાય છે. સ્વાસ્થ્ય માટે એલોવેરા ખૂબ જ ફાયદાકારક છે. આયુર્વેદમાં તેનો ઔષધી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. એલોવેરાને ઘૃતકુમારી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક એવો છોડ છે જેનો ઉપયોગ અલગ અલગ પ્રકારની સમસ્યાઓમાં દવા તરીકે કરી શકાય છે. એલોવેરાનો ઉપયોગ કરવાથી ત્વચા પર થતી બળતરા ઈજા મટે છે. આ સાથે જ તેનો ઉપયોગ પાચન સંબંધિત સમસ્યાને દૂર કરવા માટે પણ કરી શકાય છે. કેટલાક ઘરગથ્થુ ઉપચારમાં પણ તેનો ઉપયોગ થાય છે. તો ચાલો આજે તમને જણાવીએ કે એલોવેરા ને ભોજનમાં કેવી કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય અને તેનાથી કયા લાભ થાય છે.
આ પણ વાંચો:
અનસેફ રિલેશનના કારણે જ નહીં આ કારણોથી પણ મિસ થાય છે Periods
આહ થી આહા.... સ્ટ્રેસ અને થાક દુર કરવા બેસ્ટ છે Salt Bath, શરીરના દુખાવા થશે દુર
ઉપવાસના કારણે થાય છે એસીડીટી અને કબજિયાત ? તો ફોલો કરો આ પાંચ ટીપ્સ
ડાયજેશન માટે
એલોવેરામાં એવા એન્જાયમ હોય છે જે ભોજન ના પાચનની પ્રક્રિયાને અને તેમાંથી પોષક તત્વો ગ્રહણ કરવાની પ્રક્રિયાને પ્રોત્સાહન આપે છે. તેમાં એન્ટી ઇન્ફલેટરી ગુણ હોય છે જે ડાયજેશન સંબંધિત સમસ્યા દૂર કરે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે છે
એલોવેરામાં પોલીસેકેરાઇડ હોય છે જે કોમ્પ્લેક્સ સુગર હોય છે. તેમાં સિસ્ટમને બુસ્ટ કરવાના ગુણ હોય છે. તેનું સેવન કરવાથી વાઈટ બ્લડ સેલ નું ઉત્પાદન વધે છે અને ઇન્ફેક્શન અને બીમારીઓ સામે લડવાની શરીરની શક્તિ વધે છે.
વજન ઘટાડવામાં મદદ મળે છે
એલોવેરાનું સેવન કરવાથી વજન પણ ઘટાડી શકાય છે તેમાં એન્ટીઇન્સ્ફેમેટરી, એન્ટિઓક્સિડન્ટ અને ડીટોક્સિફાઇંગ ગુણ હોય છે. તેનું સેવન કરવાથી ડાયજેશન અને ઇમ્યુનિટી સુધરે છે.
પોષક તત્વોથી ભરપૂર
એલોવેરા ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરી શકે છે કારણ કે તેમાં પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. એલોવેરામાંથી વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઈ સાથે પોટેશિયમ મેગ્નેશિયમ જેવા જરૂરી તત્વો પણ મળે છે તેના કારણે શરીરને નુકસાન પહોંચાડતા તત્વો નો નાશ થાય છે.
આ પણ વાંચો:
બીજા બધા ફંદ છોડો, આ 3 દેશી પીણાં પીવાનું રાખો... થોડા દિવસોમાં ગાયબ થશે વધેલી ફાંદ
શું તમે પણ સલાડમાં લીંબુ અને મીઠું મિક્સ કરીને ખાવ છો ? તો આ વાત તમારે જાણવી જ જોઈએ
શરીરના દુખાવામાં Pain Killer ખાવાને બદલે ખાઓ આ વસ્તુઓ, મિનિટોમાં દુ:ખાવો કરે છે દુર
આ રીતે કરી શકાય છે એલોવેરાનું સેવન
- એલોવેરાને તમે સલાડ કે સૂપ તરીકે ઉપયોગમાં લઈ શકો છો.
- એલોવેરા જેલને તમે સવારે દલિયા અથવા દહીંમાં મિક્સ કરીને પણ ખાઈ શકો છો.
- એલોવેરા જેલની સ્મુધી બનાવીને પણ ઉપયોગમાં લઈ શકાય છે.
- એલોવેરાનું સેવન તમે ફળના જ્યુસ સાથે કરી શકો છો. ફળના જ્યુસમાં એલોવેરા જેલ ઉમેરીને તેને લેવાથી પણ લાભ થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)