શરીરના દુખાવામાં Pain Killer ખાવાને બદલે ખાઓ આ વસ્તુઓ, ગણતરીની મિનિટોમાં દુ:ખાવો કરે છે દુર
Natural Pain Killer: આજકાલ લોકોને તેમની દોડધામ ભરેલી જીવનશૈલીના કારણે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમાં સૌથી સામાન્ય ફરિયાદ શરીરના દુખાવાની હોય છે. લોકો શરીરના અલગ અલગ દુખાવાથી પરેશાન હોય છે. આ દુખાવા ઘણીવાર એટલા વધી જાય છે કે વ્યક્તિએ પેનકિલર લેવી પડે છે. જો કે વારંવાર આવી દવાઓ લેવાથી પણ કેટલીસ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તેથી જો તમારે દુખાવાથી દવા વિના મુક્તિ મેળવવી હોય તો રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓનું સેવન કરવું જોઈએ.
આદુ
જો તમને પણ શરીરમાં દુખાવાની ફરિયાદ હોય તો તમારે આદુનું સેવન કરવું જોઈએ. આદુમાં દુખાવો દૂર કરવાના ગુણ હોય છે. જેનું સેવન કરવાથી તમે દુખાવાથી છુટકારો મેળવી શકો છો.
હળદર
જો તમને પગમાં દુખાવો કે પેટમાં દુખાવાની ફરિયાદ હોય તો હળદર ખાવી અથવા હળદરવાળું દૂધ પીવું જોઈએ.
લવિંગ
જો તમે દાંતના દુખાવાથી પરેશાન છો તો દવા લેવાને બદલે લવિંગનું સેવન કરો. તેને મોંમાં રાખો અને 30 મિનિટ સુધી કંઈપણ ખાવું નહીં. દુખાવો ગાયબ થઈ જશે.
અજમો
જો તમે પેટના દુખાવાથી પરેશાન છો તો તમારે અજમાનું સેવન કરવું જોઈએ. કારણ કે અજમો પેટનો દુખાવો, ગેસ જેવી સમસ્યામાં રાહત આપે છે.
ફુદીનો
જો તમને સ્નાયુઓમાં દુખાવો રહેતો હોય તો તમારે ફુદીનાનું સેવન કરવું જોઈએ. આ એક એવી વનસ્પતિ છે જે તમને સ્નાયુઓના દુખાવાથી રાહત આપી શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos