Healthy Way To Eat Fruits: શું તમે પણ કેટલાક ફળના ટુકડા કરી તેમાં મીઠું, મસાલો અથવા તો ખાંડ ઉમેરીને ખાવ છો? જો હા તો આજ પછી આ આદત બદલી દેજો. કારણ કે આ રીતે ફળ ખાવાથી તમારા શરીરને નુકસાન થાય છે.  ઘણા લોકોને આદત હોય છે તેઓ રોજ ફળ તો ખાય છે પરંતુ તેને કાપી તેમાં મસાલો કરીને તેનું સેવન કરે છે. આ રીતે ફળ ખાવામાં ભલે સ્વાદિષ્ટ લાગે પરંતુ તેનાથી નુકસાન થાય છે. આ રીતે ફળ ખાવા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


આ શાકભાજીથી ડાયાબિટીસના દર્દીએ રહેવું દુર, ઝડપથી વધારે છે Blood Sugar


આવા લોકોએ ન ખાવી જોઈએ આ 5 વસ્તુઓ, ખાવાથી પેટ બની જશે 'ગેસ ચેમ્બર'


શરીરમાં હોય આ તકલીફો તો ભુલથી પણ ન ખાવું દહીં, ખાવાથી થઈ શકે છે Side Effect


સ્વાસ્થ્ય નિષ્ણાંતોના મતે જ્યારે તમે કાપેલા ફળ પર મીઠું છાંટો છો તો તે પાણી છોડવા લાગે છે. સાથે જ તેનાથી ફળમાં રહેલા પોષક તત્વોનો નાશ થઈ જાય છે. ફળ સાથે તમે જે મીઠું ખાવ છો તેનું સોડિયમ કિડનીને અસર કરે છે.  
 
મીઠું જ નહીં ફળમાં ખાંડ ઉમેરવી પણ હાનિકારક છે. કારણ કે ફળમાં કુદરતી મીઠાશ હોય જ છે. કેટલાક ફળમાં ગ્લુકોઝનું પ્રમાણ પણ વધારે હોય છે. તેવામાં તો તમે આવા ફળોમાં ખાંડ ઉમેરો છો તો તે કેલરી વધારે છે. ફળમાં ખાંડ ઉમેરો છો તો શરીરમાં શુગરનું પ્રમાણ વધી જાય છે. તેનાથી ડાયાબિટીસની સમસ્યા વધી શકે છે. આ સિવાય વધુ પડતી ખાંડ વજનમાં વધારો કરે છે.  
 
સ્વાસ્થ્ય નિષ્ણાંતોના જણાવ્યાનુસાર ફળનું સેવન કરવાની સાચી રીત છે કે તેને કાપીને નહીં સાફ કરીને એમ જ ખાવામાં આવે. આ ઉપરાંત કેટલાક ફળ તો છાલ સહિત જ ખાવા જોઈએ. 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)