Rice Side Effects: દુનિયાભરના મોટાભાગના લોકો માટે ચોખા પ્રાઇમરી ફૂડ છે. ભારતમાં પણ દૈનિક આહારમાં ચોખાને અલગ અલગ રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. ચોખામાંથી ભાત, પુલાવ, બિરયાની, ફ્રાઈડ રાઈસ સહિતની ટેસ્ટી વાનગીઓ બનાવવામાં આવે છે. ચોખાની આ વાનગીઓને લોકો પેટ ભરીને આરોગે છે. જોકે અતિ કોઈ વસ્તુ સારી નથી. તેવી જ રીતે જો તમે ચોખા પણ નિયમિત રીતે વધારે પ્રમાણમાં ખાવ છો તો તેનાથી શરીરને ઘણા બધા નુકસાન થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: મધમાં પલાળેલી કિશમિશ ખાવાથી થાય છે સૌથી વધુ લાભ, ફ્રેકચર થયું હોય તેમણે તો ખાસ ખાવી


ઘણા લોકો એવા હોય છે જેમને રોજ સારી એવી માત્રામાં ભાત ખાવા જોઈએ છે. પરંતુ નિયમિત રીતે વધારે પ્રમાણમાં ભાત ખાવાથી શરીરને નુકસાન થવા લાગે છે. એક બેલેન્સ ડાયટમાં ચોખાનો સમાવેશ થવો જોઈએ પરંતુ એક મર્યાદામાં. જો તમે વધારે પ્રમાણમાં ભાત ખાવ છો તો તેનાથી તમને નીચે દર્શાવ્યા અનુસાર ની સમસ્યાઓ થઈ શકે છે. 


વધારે પ્રમાણમાં ભાત ખાવાથી થતા નુકસાન


આ પણ વાંચો: નાળિયેર પાણી સાથે પીશો આ દાણા તો સ્વાસ્થ્ય લાભ થવાની સાથે શરીરની નસેનસ થશે ક્લીન


સ્થૂળતા


હદ થી વધારે ભાત ખાવાથી વજન વધી શકે છે. ચોખામાં કુદરતી રીતે જે કાર્બોહાઈડ્રેટ હોય છે તે શરીરમાં વધારે માત્રામાં જાય તો ચરબી વધવા લાગે છે. તેનાથી સ્થૂળતા અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે.


ડાયાબિટીસ


વધારે પ્રમાણમાં ચોખા ખાવાથી ડાયાબિટીસ થવાનું જોખમ પણ વધી જાય છે. તેમાં રહેલા કાર્બોહાઈડ્રેટ શરીરમાં બ્લડ સુગર લેવલને વધારે છે. આ સ્થિતિ ડાયાબિટીસના દર્દીઓ માટે જરા પણ સારી નથી.


આ પણ વાંચો: Bad Breath: મોંમાંથી આવતી વાસની કાયમ માટે દુર કરે છે આ ઘરેલુ વસ્તુઓ


હૃદય રોગ


હદ કરતાં વધારે ચોખા ખાવાથી હૃદયની સમસ્યા પણ થઈ શકે છે. વધારે પ્રમાણમાં ચોખા ખાવાથી બ્લડ પ્રેશર વધી શકે છે અને કોલેસ્ટ્રોલનું સ્તર પણ વધે છે. તેથી જ ચોખા લિમિટમાં ખાવાનું રાખવું જોઈએ.


પાચન સંબંધિત સમસ્યા


મર્યાદિત માત્રામાં રોજ ભાત ખાવામાં આવે તો તે સરળતાથી પછી જાય છે પરંતુ જો તમે હદ કરતા વધારે ભાત ખાવ છો તો તમને પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે. રોજ વધારે માત્રામાં ભાત ખાવાથી પાચન પ્રભાવિત થાય છે અને પેટ સંબંધિત સમસ્યાનું કારણ બને છે.


આ પણ વાંચો: Fenugreek Water: રોજ મેથીનું પાણી પીવાથી શરીરની આ તકલીફો દવા લીધા વિના થાય છે દુર


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)