Fact About Alcohol: દારૂ સાથે ભૂલથી પણ આ વસ્તુનું સેવન ના કરો, નહીં તો પડી જશે લેવાના દેવા!
What Not To Eat After Drink Alcohol: ઘણા બધા લોકોને દારૂ પીધા પછી ખાવામાં શું ખાવું જોઈએ તેને લઈને ખબર હોતી નથી. જેના કારણે ઘણી વખત તેઓ અમુક એવી વસ્તુ ખાઈ લે છે જેના કારણે તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.
Shocking Facts About Alcohol: ઘણા બધા લોકો દારૂ પીવાના શોકીન હોય છે. કોઈ ક્યારેક મૂડ હળવો કરવા માટે મિત્રોની સાથે પાર્ટી વગેરેમાં પીવે છે તો અમુક લોકોને તેની લત હોયા છે. જોકે તેની લત સ્વાસ્થ્ય અને સામાજિક જીવન બન્ને માટે ખુબ જ ખરાબ છે.
ઘણા બધા લોકોને દારૂ પીધા પછી ખાવામાં શું ખાવું જોઈએ તેને લઈને ખબર હોતી નથી. જેના કારણે ઘણી વખત તેઓ અમુક એવી વસ્તુ ખાઈ લે છે જેના કારણે તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. આ આર્ટિકલ મારફતે અમે તમને જણાવીશું કે દારૂ પીધા પછી કંઈ કંઈ ચીજો બિલકુલ ના ખાવી જોઈએ.
ઓઈલી ચીજો ન ખાવી જોઈએ
ઘણી વખત દારૂ પાર્ટી વખતે તૈલી વસ્તુઓ રાખવામાં આવે છે. તે વખતે ખાવામાં તો સ્વાદિષ્ટ લાગે છે પરંતુ તેનાથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. ઓઈલી ચીજોના કારણે પેટમાં ગેસની સમસ્યાની સાથે પાચનતંત્રને લગતી મુશ્કેલીઓ થઈ શકે છે. ઓઈલી ચીજો હાર્ટ માટે પણ હાનિકારક હોય છે.
મિઠાઈ અને દૂધને કરો ઈગ્નોર
દારૂ પીધા પછી મિઠાઈ અને દૂધની શરીર પર ખુબ જ ખરાબ અસર પડે છે. જ્યાં દૂધની સાથે હાર્ટએટેક આવવાની સંભાવના વધી જાય છે, જ્યારે મીઠાઈ ખાવાથી નશાનું સ્તર વધી જાય છે અને તમે બેહોશ થઈ શકો છો. એટલા માટે જરૂરી છે કે તમે આ વાતનું ધ્યાન રાખો કે દારૂ પીધા પછી શું ખાવું અને શું નહીં.
સોડા યા કોલ્ડડ્રિંકના બદલે પાણી પીઓ
દારૂના શોખીન લોકો સોડા અથવા તો કોલ્ડડ્રિંકની સાથે પીવે છે. તેના કારણે તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. તેનાથી શરીરમાં પાણીની માત્રા ઓછી થઈ જાય છે અને આપણે બિમાર પડી શકીએ છીએ. એટલા માટે તમારે ઘ્યાનમાં રાખીને બની શકે તો ઓછી માત્રામાં અને તે પણ પાણીની સાથે પીવો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube