ઉપવાસના કારણે થાય છે એસીડીટી અને કબજિયાત ? તો ફોલો કરો આ પાંચ ટીપ્સ
Home Remdies For Fasting Acidity: નવરાત્રીના વ્રત દરમ્યાન સતત ફરાળી વસ્તુઓ ખાવાથી ગેસ અને એસિડિટીની સમસ્યા સતાવવા લાગે છે. જો તમને પણ ફરાળની વસ્તુ ખાધા પછી આવી તકલીફ થતી હોય તો તેનું નિરાકરણ લાવવા માટે આજે તમને પાંચ સરળ ઉપાય જણાવીએ.
Home Remdies For Fasting Acidity: 22 માર્ચથી ચૈત્રી નવરાત્રીની શરૂઆત થઈ છે. ચૈત્રી નવરાત્રીમાં માતા દુર્ગાના નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે અને નવ દિવસ સુધી વ્રત રાખવામાં આવે છે. ઉપવાસ હોય ત્યારે ઘઉં ચોખા મીઠું જેવી વસ્તુઓ ખાવાની મનાઈ હોય છે. નવરાત્રીના વ્રત દરમ્યાન સતત ફરાળી વસ્તુઓ ખાવાથી ગેસ અને એસિડિટીની સમસ્યા સતાવવા લાગે છે. જો તમને પણ ફરાળની વસ્તુ ખાધા પછી આવી તકલીફ થતી હોય તો તેનું નિરાકરણ લાવવા માટે આજે તમને પાંચ સરળ ઉપાય જણાવીએ. જેને ફોલો કરવાથી વ્રત દરમ્યાન તમને એસિડિટી ગેસ કબજિયાત જેવી તકલીફો નહીં સતાવે.
આ પણ વાંચો:
બીજા બધા ફંદ છોડો, આ 3 દેશી પીણાં પીવાનું રાખો... થોડા દિવસોમાં ગાયબ થશે વધેલી ફાંદ
શું તમે પણ સલાડમાં લીંબુ અને મીઠું મિક્સ કરીને ખાવ છો ? તો આ વાત તમારે જાણવી જ જોઈએ
શરીરના દુખાવામાં Pain Killer ખાવાને બદલે ખાઓ આ વસ્તુઓ, મિનિટોમાં દુ:ખાવો કરે છે દુર
ખાટા ફળ ખાવાનું ટાળો
વ્રત દરમ્યાન ફળ ખાઈ શકાય છે તેથી દિવસ દરમિયાન લોકો અલગ અલગ પ્રકારના ફળ ખાતા હોય છે. જો તમને એસીડીટી ની તકલીફ હોય તો વ્રત દરમિયાન ખાટા ફળ જેમ કે સંતરા દ્રાક્ષ લીંબુ વગેરેનું સેવન કરવાનું ટાળો. તેને બદલે કેળા ચીકુ સફરજન જેવા ફળનો ડાયટમાં સમાવેશ કરો. તેનાથી પાચનતંત્ર સ્વસ્થ રહેશે.
પૂરતા પ્રમાણમાં પાણી પીવું
શરીરને હાઈડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે. વ્રત દરમ્યાન ખોરાકમાં ભલે ફેરફાર કરો પરંતુ પાણી પીવાની માત્રા જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવું. દિવસ દરમિયાન થોડું થોડું કરીને પાણી પીવાનું રાખવું. ખાસ કરીને ઠંડુ પાણી એકધારો પીવાથી એસિડિટી અને બ્લોટીંગ થઈ શકે છે. તેથી આમ કરવાનું ટાળો.
હેલ્ધી ડ્રિંક્સ પીવો
ઉપવાસ દરમિયાન કોલ્ડ્રીંક પીવાને બદલે છાશ, ઠંડુ દૂધ વગેરે પીણાનું સેવન કરવું જોઈએ. આ સિવાય તમે નાળિયેરનું પાણી પણ પી શકો છો. આમ કરવાથી શરીરમાંથી હાનિકારક ટોક્સિન બહાર નીકળી જશે અને એસિડિટી ની ફરિયાદ નહીં થાય.
આ પણ વાંચો:
યુવાનોમાં ઝડપથી વધી રહ્યું છે આંતરડાનું કેન્સર, સાચવજો આ છે લક્ષણો અને બચવાના ઉપાયો
High Cholesterol હોય તે લોકોએ ખાવા જ જોઈએ આ ફળ, કુદરતી રીતે ઘટાડે છે બેડ કોલેસ્ટ્રોલ
Cucumber Benefits: કાકડી છાલ ઉતારીને ખાવી જોઈએ કે છાલ સાથે ? જાણો શું છે સાચી રીત
વ્યાયામ કરો
વ્રત ચાલતા હોય તેનો મતલબ એ નથી કે તમે દૈનિક વ્યાયામને છોડી દો. વ્રત દરમિયાન પણ હળવો વ્યાયામ કરવો જોઈએ. શરીરને શ્રમ પડે તેવા વર્કઆઉટ ને બદલે યોગ અને વોક કરવાથી પણ પાચનતંત્ર સ્વસ્થ રહે છે અને પેટ સંબંધિત સમસ્યા થતી નથી.
હાઈ ફાઇબર ડાયટ
ઉપવાસ દરમિયાન પણ ડાયટમાં એવી વસ્તુઓનો સમાવેશ કરો જેમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય. ફેટ વાળી વસ્તુઓ ખાવાને બદલે ફાઇબર વાળી વસ્તુઓ ખાશો તો કબજિયાતની સમસ્યા નહીં થાય. વ્રત દરમિયાન તમે સામો, રાજગરો, મખાના જેવી વસ્તુઓને ખાઈ શકો છો જેમાંથી શરીરને ફાઇબર મળે છે.