Rice Water: ભીષણ ગરમીમાં શરીરને ઠંડક આપે છે ચોખાનું પાણી, જાણો કઈ રીતે બનાવવું અને તેનાથી થતા લાભ વિશે
Rice Water:હીટવેવની સ્થિતિમાં શરીરને સૌથી વધારે ફાયદો ચોખાનું પાણી કરી શકે છે. આ વસ્તુના ઉપયોગ વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. તો ચાલો તમને પણ ગરમીના આ સુપરફૂડ વિશે જણાવીએ.
Rice Water: ગુજરાત સહિત ભારતના મોટાભાગના રાજ્યોમાં ભીષણ ગરમી પડી રહી છે. હીટ વેવના કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર થઈ રહી છે. કેટલીક જગ્યાએ તો હીટ સ્ટ્રોકના કારણે લોકોને જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છે. હીટ વેવની આ સ્થિતિમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને શરીરનું તાપમાન સંતુલિત રહે તે વાતનું ખાસ ધ્યાન રાખવું પડે છે. આ સમય દરમિયાન એવી વસ્તુઓનું સેવન વધારે કરવું જોઈએ જે શરીરને ઠંડક આપે. આમ તો આવી ઘણી બધી વસ્તુઓ છે પરંતુ હીટવેવની સ્થિતિમાં શરીરને સૌથી વધારે ફાયદો ચોખાનું પાણી કરી શકે છે. આ વસ્તુના ઉપયોગ વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. તો ચાલો તમને પણ ગરમીના આ સુપરફૂડ વિશે જણાવીએ.
ચોખાના પાણીના ફાયદા
આ પણ વાંચો: Health Tips: આઈસક્રીમ ખાધા પછી આ 5 માંથી કોઈ 1 વસ્તુ પણ ખાધી તો મર્યા સમજજો
ચોખાનું પાણી પીવાથી હીટ સ્ટ્રોકનું જોખમ ઘટે છે. આ એક ફર્મેન્ટેડ ડ્રિન્ક છે જે ભીષણ ગરમીથી પણ શરીરને ઠંડક આપવાનું કામ કરે છે. ઘટે છે અને સાથે જ ગરમીના કારણે લાગતા થાકથી પણ રાહત થાય છે. આ ડ્રિન્ક માં વિટામીન બી, ઇલેક્ટ્રોલાઇટ, એમિનો એસિડ અને સરળતાથી પચી જાય તેવા કાર્બ ભરપૂર પ્રમાણમાં હોય છે. તેમાં રહેલા પ્રોબાયોટિક્સ પેટના સ્વાસ્થ્યને પણ સુધારે છે. ગરમીના દિવસોમાં આ પાણી પીવાથી રોગપ્રતિકારક ક્ષમતા પણ વધે છે.
આ પણ વાંચો: Chia Seeds: આ 3 તકલીફ હોય તો ભુલથી પણ ન ખાવા ચિયા સીડ્સ, હાલત બગડતા વાર નહીં લાગે
પાચનતંત્ર માટે ફાયદાકારક
ફર્મેન્ટેડ ચોખાનું પાણી પીવું પેટ સંબંધિત સમસ્યામાં પણ ફાયદો કરે છે. જેમ જેમ ગરમી વધે છે તેમ પેટ સંબંધિત સમસ્યા પણ વધે છે. તેવામાં આ ડ્રિંક પીવાથી પાચનતંત્ર સારી રીતે કામ કરે છે. ખાસ કરીને ગરમીના કારણે થતી અપચા અને ઝાડા જેવી સ્થિતિમાં ચોખાના પાણીના પ્રોબાયોટિક્સ પાચન સુધારવામાં મદદ કરે છે.
આ પણ વાંચો: હીટવેવમાં આંખોની કાળજી નહીં રાખો તો થઈ જાશો હેરાન, આ રીતે રાખો આંખોનું ધ્યાન
ત્વચા માટે લાભકારક
ગરમીના કારણે ત્વચા પણ ડ્રાય અને બેજાન થઈ જાય છે. તેવામાં ચોખાનું પાણી પીવાથી ત્વચા હાઈડ્રેટ રહે છે. ચોખાનું પાણી પીવાથી ત્વચામાં મોઈશ્ચર જળવાઈ રહે છે. આ પાણીને પીવાની સાથે તમે ત્વચા પર લગાડી પણ શકો છો.
કેવી રીતે બનાવવું ચોખાનું પાણી ?
આ પણ વાંચો: Uric Acid: 100 ની સ્પીડે ઘટશે વધેલું યુરિક એસિડ, રોજ 1 ચમચી આ આયુર્વેદિક ઔષધી ખાવી
સૌથી પહેલા બાફેલા ચોખા એટલે કે ભાતને આખી રાત પાણીમાં પલાળી દો. બીજા દિવસે સવારે પાણીને અલગ કરી લો. ચોખા પલાળેલા પાણીમાં થોડું દહીં ઉમેરીને સારી રીતે મિક્સ કરો. દહીં અને ચોખાના પાણીમાં આદુ, મીઠું અને જીરું પાવડર ઉમેરો. હવે આ પાણીને દિવસ દરમિયાન તમારી સુવિધા અનુસાર પીવો. આ પાણીમાં દહીંનું પ્રમાણ તમે તમારા હિસાબથી વધુ ઓછું કરી શકો છો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)