Flax Seeds Benefits: કબજિયાત પાચન સંબંધિત ગંભીર સમસ્યા છે. જો અઠવાડિયામાં ત્રણ કે તેનાથી પણ ઓછી વાર પેટ સાફ આવતું હોય તો તેને કબજિયાત કહેવાય છે. આ સ્વાસ્થ્ય સમસ્યા અનિયમિત જીવનશૈલીનું પરિણામ હોય છે. સાથે જ જ્યારે તમે પાણી ઓછું પીવો છો, મસાલેદાર ભોજન વધારે કરો છો અને ફિઝિકલી એક્ટિવ નથી રહેતા તો કબજિયાત થવાનું જોખમ વધી જાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘણા લોકોને કબજિયાત થોડા દિવસોમાં ઠીક થઈ જાય છે પરંતુ કેટલાક લોકોને આ સમસ્યા ખૂબ જ પરેશાન કરે છે. જો સમય રહેતા કબજિયાતનો ઉપાય કરવામાં ન આવે તો તેના કારણે હરસ જેવી ગંભીર સમસ્યા પણ થઈ શકે છે. 


આ પણ વાંચો: Health Tips: જાણો આયુર્વેદ અનુસાર કયા સમયે પાણી પીવું શરીર માટે સૌથી વધુ ફાયદાકારક


સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે કબજિયાતથી તુરંત રાહત મેળવવી હોય તો અળસી સૌથી સરળ અને અસરકારક ઉપાય છે. રિસર્ચમાં પણ સાબિત થયું છે કે અળસી કબજિયાતને મટાડવામાં ઝડપથી અસર કરે છે. 


અળસીના બીજમાં પ્રોટીન, ઓમેગા 3 ફેટી એસિડ, ડાયેટરી ફાઇબર અને સાથે જ વિટામીન હોય છે. આ બધા પોષક તત્વો પાચન ક્રિયાને ઝડપી બનાવે છે અને કબજિયાતની સમસ્યાથી તુરંત રાહત અપાવે છે. 


આ પણ વાંચો: સ્વાસ્થ્ય નિષ્ણાંતો પાસેથી જાણો ખાલી પેટ પલાળેલી કિસમિસ ખાવાથી થતા લાભ વિશે


એક રિસર્ચ અનુસાર અળસી એક પ્રાકૃતિક રેચક છે. જેનું સેવન કર્યાના 12 થી 24 કલાકની અંદર જ પેટ સારી રીતે સાફ થઈ જાય છે. આંતરડામાં જામેલો મળ પણ છૂટો પડીને નીકળી જાય છે. કબજિયાતથી રાહત મેળવવા માટે અળસીનું સેવન કર્યાની સાથે દિવસ દરમિયાન પાણી પીવું પણ જરૂરી છે.  


આ પણ વાંચો: શું તમને પણ વારંવાર થાય છે છાતીમાં બળતરા? તો જાણો તેના કારણ અને તેને મટાડવાના ઉપાયો


કબજિયાત સહિત પાચન સંબંધિત સમસ્યાથી બચવા માટે રોજ એક ચમચી અળસીના બીનું સેવન કરવું જોઈએ. તમે અળસીના બીને પાણીમાં પલાળી તે પાણી પણ પી શકો છો. જો રોજ તમે આ રીતે અળસીના બીજનું સેવન કરશો તો શરીરને જરૂરી ફાયબર મળી રહેશે અને કબજિયાતની સમસ્યા ક્યારેય નહીં થાય.


આ પણ વાંચો: Eyes Care: બાળકને આવી ગયા છે ચશ્મા? તો રોજ ખવડાવો આ વસ્તુઓ, ઉતરી જશે આંખના નંબર


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)