Health Tips: સ્વાસ્થ્ય નિષ્ણાંતો પાસેથી જાણો ખાલી પેટ પલાળેલી કિસમિસ ખાવાથી થતા લાભ વિશે

Health Tips: જો શરીરને સ્વસ્થ રાખવું હોય તો રોજ હેલ્ધી વસ્તુઓનું સેવન કરવું જોઈએ સાથે જ સ્વાસ્થ્યને લાભ કરે તેવી દિનચર્યા ફોલો કરવી જોઈએ. સવારના સમયે ડ્રાયફ્રુટ ખાવા ખૂબ જ ફાયદાકારક હોય છે. ખાસ કરીને ખાલી પેટ પલાળેલી કિસમિસ ખાવામાં આવે તો તેનાથી અગણિત ફાયદા થાય છે. આજે તમને હેલ્થ એક્સપર્ટે જણાવેલા કેટલાક ફાયદા વિશે જણાવીએ.

રક્તની ઉણપ દૂર થાય છે

1/5
image

ડ્રાયફ્રુટ ખાવાથી શરીર હેલ્ધી રહે છે. તેમાં પણ જો રોજ સવારે પલાળેલી કિસમિસ ખાવામાં આવે તો શરીરમાંથી રક્તની ઉણપ દૂર થાય છે. કિસમિસમાં આયરન હોય છે જે હિમોગ્લોબિન વધારે છે.

ઇમ્યુનિટી વધે છે

2/5
image

રાત્રે પાણીમાં પલાળેલી કિસમિસ સવારે ખાવાથી શરીરને જરૂરી બધા જ પોષક તત્વો મળે છે. કારણ કે પલાળેલી કિસમિસમાં વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. તેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે.

કબજિયાત મટે છે

3/5
image

પલાળેલી કિસમિસ રોજ સવારે ખાવાથી કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે. પલાળેલી કિસમિસ ખાલી પેટ ખાવાથી પેટ સાફ થવાની પ્રક્રિયા ઝડપી થઈ જાય છે સાથે જ પાચન ક્રિયા પણ સુધરે છે.   

હાડકા મજબૂત થશે

4/5
image

જો તમને હાડકાની નબળાઈ હોય અથવા તો સ્નાયુઓમાં દુખાવા રહેતા હોય તો રોજ પલાળેલી કિસમિસ ખાવી જોઈએ કિસમિસ કેલ્શિયમથી ભરપૂર હોય છે તેનું સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે.

હાઈ બ્લડપ્રેશર

5/5
image

જે લોકોને હાઈ બ્લડ પ્રેશર ની સમસ્યા હોય તેમને રોજ આઠથી દસ પલાળેલી કિસમિસ ખાવી જોઈએ. તેમાં પોટેશિયમ અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે જે બીપી કંટ્રોલ કરવા માટે ખૂબ જ લાભકારી છે.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)