Health Tips for Heart: દેશભરમાં કાળજાળ ગરમી પડવા લાગી છે. આ સમય દરમ્યાન સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં ન આવે તો નબળાઈ, ડીહાઇડ્રેશન અને હીટ સ્ટ્રોકની સમસ્યા થઈ શકે છે. ઉનાળા દરમિયાન હાર્ટની હેલ્થ પર પણ અસર પડે છે. ગરમીમાં પરસેવો પણ વધારે થાય છે તેવામાં હાર્ટનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આજે તમને હાર્ટ હેલ્થ સંબંધિત કેટલીક જરૂરી ટિપ્સ જણાવીએ. ઉનાળામાં હાર્ટ સંબંધીત આ 10 બાબતોનો ખાસ ધ્યાન રાખવું જરુરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાર્ટને હેલ્ધી રાખવાની 10 ટીપ્સ 


આ પણ વાંચો: દાંત, પેઢા અને સાંધાના દુખાવામાં જોરદાર ફાયદો કરે છે ફટકડી, જાણો ઉપયોગ કરવાની રીત


- ઉનાળા દરમિયાન શરીરની પાણીની જરૂરિયાત વધી જાય છે. જો તમે રોજ સાત થી આઠ ક્લાસ પાણી પીવો છો તો ઉનાળા દરમિયાન મહિલાઓએ 11 ગ્લાસ પાણી અને પુરુષોએ 16 ગ્લાસ પાણી પીવું જોઈએ. સાથે જ ઉનાળામાં એવી વસ્તુઓનું સેવન વધારે કરવું જે શરીરને હાઇડ્રેટ કરે. 


- ઉનાળામાં હેવી કસરત કરવી નહીં પરંતુ હળવી કસરત રોજ સવારે કરવી. નિયમિત કસરત કરી લેવાથી શરીર પર પોઝિટિવ અસર થાય છે. 


- ઉનાળામાં દારૂ કે કેફીન યુક્ત વસ્તુઓનું સેવન કરવાનું ટાળવું જોઈએ. આવી વસ્તુઓ શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે. 


આ પણ વાંચો: Apple cider vinegar: બધાને જોઈ તમે વિનેગર પીવાનું શરુ કરો તે પહેલા જાણો તેની આડઅસરો


- શરીરનું તાપમાન કંટ્રોલ કરવા માટે નિયમિત પ્રાણાયામ કરવું જોઈએ. પ્રાણાયામ કરવાથી હાર્ટની હેલ્થ સારી રહે છે. 


- હાર્ટને હેલ્ધી રાખવું હોય તો ઉનાળા દરમિયાન ડાયટમાં સલાડ સહિતની વસ્તુઓ વધારે લેવી. ગરમીમાં એવો આહાર લેવો જેમાં ફાઇબર વધારે હોય. 


- ઉનાળા દરમિયાન તડકો સ્કીન ડેમેજ કરે છે અને સાથે જ હાર્ટને પણ અસર કરે છે. તેથી શક્ય હોય ત્યાં સુધી તડકામાં બહાર રહેવાનું ટાળવું. 


આ પણ વાંચો: સવારે પેટમાં બળતરા થતી હોય તો આ 4 લીલા પાન ચાવી લેવા, મિનિટોમાં બળતરા થશે શાંત


- ઘણા લોકો આખો દિવસ દોડધામ કરે છે અને આરામ પર ધ્યાન આપતા નથી, તેના કારણે હાર્ટ પર અસર થાય છે. ઉનાળા દરમિયાન કામ કરવાની સાથે આરામ પર પણ ધ્યાન આપવું. 


- ગરમીમાં તમે વ્યાયામ કરો ત્યારે હાર્ટ બીટ પર ધ્યાન આપવું. વધારે એક્સરસાઇઝ કરવાથી ચક્કર આવવા, હાર્ટ બીટ વધી જવી જેવી સમસ્યા પણ થઈ શકે છે તેથી આ દિવસોમાં ઓવર એક્ટિવિટી ન કરો. 


- ઉનાળા દરમિયાન હંમેશા ઢીલા અને સુતરાઉ કપડાં પહેરવા. તેનાથી શરીરને ઠંડક મળતી રહે છે. આ સિવાય દિવસ દરમિયાન તડકામાં નીકળવાનું પણ ટાળવું. 


આ પણ વાંચો: Menopause: મેનોપોઝ પહેલા શરીરમાં થાય છે આવા ફેરફાર, આ સમયે રાખવું ખાસ ધ્યાન


- ઉનાળા દરમિયાન રોજ રાત્રે પૂરતી ઊંઘ કરવી. આરામ હાર્ટ હેલ્થ માટે ખૂબ જ જરૂરી હોય છે. ગરમીમાં રાત્રે હળવું ભોજન કરવું જેથી ઊંઘમાં ખલેલ પહોંચે નહીં.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)