Symptoms of Menopause: મેનોપોઝ પહેલા શરીરમાં થાય છે આવા ફેરફાર, આ સમયે રાખવું ખાસ ધ્યાન

Symptoms of Menopause: મેનોપોઝના કેટલાક લક્ષણો પણ હોય છે. આ લક્ષણો વર્ષો સુધી રહી શકે છે. આ લક્ષણોને પેરિમેનોપોઝ કહેવાય છે. આ સમય દરમિયાન મહિલાઓને આ પ્રકારના લક્ષણો અને ફેરફાર શરીરમાં જોવા મળે છે. જો આ લક્ષણો જણાતા હોય તો મહિલાએ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની શરુઆત કરી દેવી જોઈએ.

Symptoms of Menopause: મેનોપોઝ પહેલા શરીરમાં થાય છે આવા ફેરફાર, આ સમયે રાખવું ખાસ ધ્યાન

Symptoms of Menopause: મેનોપોઝ એક પ્રાકૃતિક પ્રક્રિયા છે. જે દરેક મહિલાના જીવનનો એક ભાગ છે. પીરિયડ્સ બંધ થવાની પ્રક્રિયાને મેનોપોઝ કહેવાય છે. આ સ્થિતિમાં અંડાશય એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોનનું ઉત્પાદન કરતું નથી. સામાન્ય રીતે 45 થી 55 વર્ષની ઉંમર વચ્ચે મેનોપોઝ આવે છે. પરંતુ મેનોપોઝ આ ઉંમર પહેલા પણ આવી શકે છે. 

મેનોપોઝના કેટલાક લક્ષણો પણ હોય છે. આ લક્ષણો વર્ષો સુધી રહી શકે છે. આ લક્ષણોને પેરિમેનોપોઝ કહેવાય છે. આ સમય દરમિયાન મહિલાઓને આ પ્રકારના લક્ષણો અને ફેરફાર શરીરમાં જોવા મળે છે. જો આ લક્ષણો જણાતા હોય તો મહિલાએ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની શરુઆત કરી દેવી જોઈએ.

મેનોપોઝના લક્ષણો

- અચાનક ગરમી થવી અને પરસેવો વળવો. 
- સુતી વખતે વધારે પરસેવો થવો.
- વજાઈનામાં ખંજવાળ, બળતરા, દુખાવો અનુભવ થવો.
- ક્યારેક વધારે બ્લીડિંગ થવું તો ક્યારેક મહિનાઓ સુધી માસિક ન આવવું.
- વધારે પ્રમાણમાં થાક અને નબળાઈનો અનુભવ થવો.

- મેટાબોલિઝમ સ્લો થઈ જવું અને વજન વધવું.
- સ્નાયૂ અને સાંધામાં દુખાવો. 
- વારંવાર માથામાં દુખાવો.
- વાળ વધારે ખરવા કે પાતળા થઈ જવા.
- સ્વભાવ ચીડિયો થઈ જવો, અચાનક ઉદાસ થવું કે ક્રોધનો અનુભવ કરવો.

આ રીતે મેનોપોઝ દરમિયાન કરો સેલ્ફ કેર

- પોતાના આહારમાં હેલ્ધી વસ્તુઓનો સમાવેશ કરો. 
- યોગ અને ધ્યાન કરો જેનાથી એકાગ્રતા વધશે.
- નિયમિત 7 થી 8 કલાકની ઊંઘ કરો. પુરતી ઊંઘ ખૂબ જ જરૂરી છે. 
- કેલ્શિયમ, વિટામિન ડી, ઓમેગા 3 ફેટી એસિડ જેવા પૂરક આહારનું સેવન કરો.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news