Foot Massage: માથામાં ચંપી કરવાના ફાયદા તો સો કોઈ જાણે છે. પરંતુ શું તમે જાણો છો કે રાત્રે સૂતી વખતે પગના તળિયામાં તેલથી માલિશ કરવી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે? રાત્રે પગના તળીયામાં માલિશ કરવાથી માત્ર પગના દુખાવાથી જ રાહત મળે છે તેવું નથી તેનાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. જો તમે પણ આજ સુધી પગના તળિયાની માલિશ નથી કરી અને તેનાથી થતા લાભ વિશે નથી જાણતા તો ચાલો તમને જણાવીએ કે પગના તળિયા પર રાત્રે તેલ માલિશ કરવાથી શરીરને કેટલા લાભ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પગના સ્નાયુઓ મજબૂત થાય છે


જો તમે દરરોજ રાત્રે પગના તળિયાની માલિશ કરો છો તો પગમાં લોહીનું પરિભ્રમણ સુધરે છે. તેનાથી સ્નાયુઓમાં લવચીકતા આવે છે અને પગના સ્નાયૂ સંબંધિત રોગોની સમસ્યાઓથી બચી શકાય છે.


આ પણ વાંચો:


ટુંક સમયમાં થવાના હોય લગ્ન તો અત્યારથી જ ખાવાનું શરુ કરો અંજીર, જાણો તેનાથી થતા લાભ


Health Tips: જો તમે પણ રોજ ખાવ છો દહીં તો જાણી લો રોજ દહીં ખાવું યોગ્ય છે કે નહીં


આ ખરાબ આદતોના કારણે આવે છે બ્રેન સ્ટ્રોક, લાઈફસ્ટાઈલમાં આ ફેરફાર કરવાથી બચી જશે જીવ


સ્ટ્રેસથી રાહત મળે છે


જો તમે માનસિક સ્ટ્રેસથી પરેશાન છો તો તમે તમારા પગના તળિયાની માલિશ કરીને માનસિક સ્ટ્રેસથી હળવાશ અનુભવી શકો છો. તેનાથી રક્ત પરિભ્રમણ સુધરે છે. કારણ કે પગના તળિયામાં મસાજ કરવાથી એન્ડોર્ફિન રિલીઝ થાય છે જે કુદરતી પેઇનકિલર તરીકે કામ કરે છે.


બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે


જો તમારું બ્લડ પ્રેશર વધારે રહે છે તો તમે નિયમિત રીતે પગના તળિયાની મસાજ શરુ કરો. રિસર્ચમાં એવું સામે આવ્યું છે કે આમ કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલ કરી શકાય છે.


પગમાં સોજા ઓછા થાય છે


ઘણા લોકોને પગમાં વારંવાર સોજા આવી જતા હોય છે. આવી સ્થિતિમાં પગના તળિયામાં મસાજ કરવી લાભકારી રહે છે. તેનાથી પગના તળિયાના સોજા ઉતરે છે.
 
માથાના દુખાવાથી રાહત


જો તમને વારંવાર માથાનો દુખાવો થતો હોય તો તમે તળિયાની માલિશ કરીને આ સમસ્યાને દૂર કરી શકો છો. આ સિવાય તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદરૂપ છે.


સારી ઊંઘ મળશે


સારી ઊંઘ વિના સારા સ્વાસ્થ્યની કલ્પના કરી શકાતી નથી. જો તમને રાત્રે ઊંઘવામાં તકલીફ પડતી હોય તો તમે પગની મસાજની મદદથી ગાઢ અને સારી ઊંઘ કરી શકો છો. 


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)