Fever: પેરાસિટામોલ વિના પણ તાવથી મળી શકે છે રાહત, જાણો દવા વિના તાવ ઉતારવા શું કરવું ?
Fever: પેરાસિટામોલને લઈને જે જાણકારી સામે આવી છે તેને જાણ્યા પછી તાવમાં આ દવા લેવી કે નહીં તેને લઈ લોકોમાં ચિંતા વધી છે. તાવ સહિતની સમસ્યામાં પેરાસિટામોલ આપવામાં આવે છે પરંતુ તાવને આ દવા વિના પણ મટાડી શકાય છે. આજે તમને દવા વિના તાવ મટાડવાની ટીપ્સ જણાવીએ.
Fever: વાતાવરણમાં અચાનક ફેરફાર થાય તો નાની-મોટી સ્વાસ્થ્ય સમસ્યા તો થઈ જ જાય છે. સૌથી વધારે તો તાવ અને શરદી-ઉધરસની તકલીફ રહે છે. મોટાભાગે સીઝનલ સમસ્યા થોડા દિવસમાં ઠીક થઈ જાય છે પરંતુ ક્યારેય દવા લેવી પણ પડે છે. આ સ્થિતિમાં સૌથી વધારે પેરાસિટામોલનો ઉપયોગ સૌથી વધુ થાય છે. પરંતુ તાજેતરમાં જ ડ્રગ રેગ્યુલેટરી રિપોર્ટમાં પેરાસિટામોલ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થતા વિવાદ શરુ થયો છે. જો તમે પણ અત્યાર સુધી તાવ સહિતની સમસ્યામાં પેરાસિટામોલ લેતા હતા તો હવે આ દવા સિવાયના વિકલ્પ પર ધ્યાન આપવાનું શરુ કરી દો.
આ પણ વાંચો: Health Tips: કોલેસ્ટ્રોલ, શુગર, સ્ટ્રેસ સહિત 5 બીમારી આ 1 ઉકાળો પીવાથી મટી જશે
પેરાસિટામોલ સહિત 53 દવાઓ ગુણવત્તા ટેસ્ટમાં ફેલ થઈ છે. એટલે કે આ દવાઓ ખાવી સેફ નથી. તેવામાં પ્રશ્ન એ થાય કે તાવ, શરદી, ઉધરસમાં પેરાસિટામોલ ન ખાવી તો પછી કઈ દવા ખાવી અથવા તો દવા વિના કેવી રીતે રાહત મેળવવી ? આ પ્રશ્નનું સમાધાન આજે તમને જણાવીએ. તાવ સહિતની સમસ્યામાં પેરાસિટામોલ સિવાયના ઓપ્શન પણ ઉપલબ્ધ છે.
આ પણ વાંચો: Uric Acid: હેલ્ધી દેખાતા આ શાકભાજી 100 ની સ્પીડે વધારે છે યુરિક એસિડ
સ્વાસ્થ્ય નિષ્ણાંતોના જણાવ્યાનુસાર જો તમે પેરાસિટામોલ લેવા નથી માંગતા તો તમે તેના બદલે અન્ય દવા લઈ શકો છો. જેમકે આઈબૂપ્રોફેન, મેપ્રોસીન, મેફ્ટાલ, ડાઈક્લોફેનેક સહિતની દવાઓ લઈ શકાય છે. પરંતુ તેના વિશે પોતાના ડોક્ટર સાથે ચર્ચા કરી લેવી. આ દવાઓ સિવાય પણ તમે પ્રાકૃતિક રીતે તાવને મટાડી શકો છો.
તાવમાં મોટાભાગે પેરાસિટામોલ લેવાનું ચલણ છે. પરંતુ તાવને દવા વિના પણ મટાડી શકાય છે. જેમકે તાવ દરમિયાન પુરતા પ્રમાણમાં પાણી પીતા રહો, દિવસ દરમિયાન હર્બલ ટી જેવા પીણા પીવા જેથી શરીર હાઈડ્રેટ રહે. આદુ કે પિપરમિંટની ચા પીવાથી પણ આરામ મળે છે.
આ પણ વાંચો: કેન્સરથી લઈ સ્ટ્રોકના સંકેત જોવા મળે છે સૌથી પહેલા આંખમાં, આ લક્ષણોને ન કરો ઈગ્નોર
આ સિવાય તાવ આવે ત્યારે દર્દીના માથા, કાંડા અને ગરદન પર ઠંડા પાણીના પોતા મુકવાથી પણ આરામ મળે છે. તેનાથી શરીરનું ટેંપરેટર પણ ઓછું થાય છે. તાવ આવે ત્યારે દર્દીએ હુંફાળા પાણીથી નહાવું જોઈએ. આ બધું જ કરવાની સાથે શરીરને વધુને વધુ આરામ આપો. જેથી શરીરને ઈંફેકશન સામે લડવાની ક્ષમતા મળે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)