નવી દિલ્હીઃ Grapes Benefits in Winter: સામાન્ય રીતે દરેક ફળમાં કોઈને કોઈ ગુણ છુપાયેલો હોય છે એટલે કહેવામાં આવે છે કે હંમેશા ડાયટમાં ફળને સામેલ કરો. પરંતુ દ્રાક્ષમાં તમને ભરપૂર માત્રામાં કેલેરી, ફાઇબર, વિટામિન સી અને વિટામિન ઈ મળશે. આયુર્વેદ પ્રમાણે પણ દ્વાક્ષને સ્વાસ્થ્યનો ભરપૂર ખજાનો ગણાવવામાં આવી છે અને તેને ખાવાથી શરીરમાં ઘણા તત્વોની પૂર્તિ થાય છે. ખાસ કરીને શિયાળામાં તમારા ડાયટમાં દ્વાક્ષને જરૂર સામેલ કરો. પછી તે લીલી દ્વાક્ષ હોય કે કાળી. બંને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિયાળામાં દ્વાક્ષ ખાવાના ફાયદા
- જે લોકોને માઇગ્રેનની સમસ્યા રહે છે તેણે જરૂર દ્વાક્ષનું સેવન કરવું જોઈએ. જો માઇક્રેનની સમસ્યા થવા પર તત્કાલ દ્વાક્ષનું સેવન કરવામાં આવે તો તેનાથી ખુબ ફાયદો મળે છે. માઇગ્રેનથી રાહત મેળવવા માટે દ્વાક્ષનો રરસ ખુબ ફાયદાકારક માનવામાં આવ્યો છે. 
- દ્વાક્ષમાં વિટામિન સીની ભરપૂર માત્રા હોય છે અને તેવામાં તે તમને શરદી-તાવ જેવી મુશ્કેલીથી બચાવવામાં મદદ કરે છે. તેથી શિયાળામાં દ્વાક્ષનું સેવન જરૂર કરવું જોઈએ. 
- જો તમારા ઘરના કોઈ સભ્યને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે તો તેના માટે દ્વાક્ષ એક રામબાણ ઈલાજ છે. દ્વાક્ષનું સેવન બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી બચવા માટે સપ્તાહમાં 3-4 દિવસ દ્વાક્ષનું સેવન જરૂર કરવું જોઈએ.
- જો કોઈ વ્યક્તિને શુગર છે અને તે તેને કંટ્રોલ કરવા ઈચ્છે છે તો દ્વાક્ષ ફાયદાકારક રહેશે. દ્વાક્ષનું સેવન કરવાથી શુગર લેવલ ઓછુ થાય છે અને તે બોડીમાં આયરનની કમીને પણ પૂરી કરવામાં મદદ કરે છે.
- દ્વાક્ષમાં એન્ટીઓક્સિડેન્ટ ગુણ હોય છે જે તાવ-શરદી સહિત ઘણા પ્રકારના સંક્રમણથી બચાવ કરે છે. સાથે એન્ટીઓક્સિડેન્ટ ગુણ તમારી કોશિકાઓને હાનિકારક બેક્ટીરિયા અને ઘણા પ્રકારના વાયરસથી પણ બચાવે છે. 
- દિલ સાથે જોડાયેલી બીમારીઓથી ઘણા લોકો સામનો કરી રહ્યાં છે અને તેનાથી બચવા માટે દ્વાક્ષને ફાયદાકારક માનવામાં આવી છે. દ્વાક્ષનું સેવન કરવાથી દિલ સંબંધિત બીમારીઓથી રાહત મળી શકે છે.
- એટલું જ નહીં દ્વાક્ષ એક એવું ફળ છે જેનું સેવન કરવાથી તમને કબજીયાતમાં રાહત મળશે. જે લોકો ભૂખ ન લાગવા કે વજન ન વધવાથી પરેશાન છે તેણે પણ દ્વાક્ષનું સેવન જરૂર કરવું જોઈએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube