Dates Benefits: શરીરના સ્વાસ્થ્યનો આધાર સવારના આહાર પર હોય છે. દિવસની શરૂઆત તમે હેલ્ધી વસ્તુઓ સાથે કરો તો આખો દિવસ શરીરમાં એનર્જી જળવાઈ રહે છે અને શરીરને જરૂરી પોષક તત્વો પણ મળે છે. સવારે જો હેલ્ધી વસ્તુઓ ખાવી હોય તો તેના ઘણા બધા ઓપ્શન છે. જેમાંથી એક છે ખજૂર. ખજૂર ખાવાથી થતા ફાયદા વિશે પટોડી ખાનદાનની દીકરી સોહા અલી ખાને પણ જણાવ્યું છે. પટોડી પરિવારના લોકો પોતાના આહાર અને લાઈફસ્ટાઈલના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તેવામાં તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન સોહા અલી ખાને જણાવ્યું કે સવારે ખાલી પેટ તે સૌથી પહેલા નાળિયેર તેલમાં પલાળેલા ખજૂર ખાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Roti In Breakfast: સવારે નાસ્તામાં આ રોટલી ખાશો તો આખો દિવસ બ્લડ સુગર રહેશે કંટ્રોલ


આજ સુધી તમે ઘી સાથે ખજૂર ખાવાની વાત તો સાંભળી હશે પરંતુ નાળિયેર તેલમાં પલાળી ખજૂર ખાવાથી પણ ફાયદા થાય છે. ખજૂર અને નાળિયેર તેલ બંને પોષક તત્વથી ભરપૂર છે. જે રીતે સોહા અલી ખાન ખજૂર ખાય છે તે રીતે ખજૂર ખાવાથી સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા થાય છે. જો તમે આ અંગે જાણતા ન હોય તો ચાલો તમને જણાવીએ નાળિયેર તેલમાં પલાળેલા ખજૂર ખાવાથી શરીરને શું ફાયદા થાય છે ? 


નાળિયેર તેલમાં પલાળેલો ખજૂર ખાવાથી થતા ફાયદા 


આ પણ વાંચો: Banana: એક દિવસમાં કેટલા કેળા ખાઈ શકાય ? જાણો કોના માટે કેળા ખાવા હાનિકારક


1. ખજૂરમાં નેચરલ શુગર હોય છે જે શરીરને તુરંત ઉર્જા પ્રદાન કરે છે. નાળિયેર તેલમાં પણ એવા પોષક તત્વો હોય છે જે શરીરને ઊર્જા પૂરી પાડવામાં મદદ કરે છે. આ બંને વસ્તુને સાથે લેવાથી શરીરને આખો દિવસ કામ કરવાની એનર્જી મળે છે 


2. નાળિયેર તેલમાં રહેલા એસીડ પાચન ક્રિયાને સુધારે છે ખજૂરમાં રહેલું ફાઇબર પાચનતંત્રને સાફ કરે છે. નાળિયેર તેલમાં પલાળેલો ખજૂર ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર કરવામાં મદદ મળે છે. 


3. નાળિયેર તેલમાં રહેલા તત્વ શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ વધારે છે અને હાર્ટના સ્વાસ્થ્યને સુધારે છે. ખજૂરમાં પોટેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.


આ પણ વાંચો: Red Potato: લાલ બટેટાના પોષકતત્વો અને ફાયદા જાણશો તો સફેદ બટેટા ખાવાનું છોડી દેશો


4. ખજૂર કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા ખનીજથી ભરપૂર હોય છે જે હાડકાના નિર્માણ અને હાડકાને મજબૂત બનાવવા માટે જરૂરી હોય છે. નાળિયેર તેલ વિટામીન ડીના અવશોષણમાં મદદ કરે છે. 


5. નાળિયેર તેલ એક કુદરતી મોઈશ્ચરાઈઝર તરીકે કામ કરે છે જે ત્વચાને સોફ્ટ અને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. ખજૂરમાં રહેલા પોષક તત્વો પણ ત્વચા અને વાળને ફાયદો કરે છે. 


આ વાતનું રાખો ધ્યાન 


આ પણ વાંચો: આ 5 ફળને ફ્રીજમાં રાખીને ખાવા સૌથી ખતરનાક, ખાધા પછી તરત પેટમાં શરૂ થશે ગડબડ


નાળિયેર તેલમાં પલાળેલા ખજૂર ખાવાથી ઉપર જણાવ્યા અનુસારના ફાયદા થાય છે પરંતુ ખજૂરનું સેવન સંતુલિત માત્રામાં જ કરવું જોઈએ. જો રોજ વધારે માત્રામાં તેલમાં પલાળેલો ખજૂર ખાવામાં આવે તો વજન વધી શકે છે અને પાચન સંબંધિત સમસ્યા પણ થઈ શકે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)