Red Potato: લાલ બટેટાના પોષકતત્વો અને ફાયદા જાણશો તો સફેદ બટેટા ખાવાનું છોડી દેશો

Red Potato: લાલ બટેટા ઘણા બધા પોષક તત્વોથી ભરપૂર હોય છે. સફેદ બટેટાની સરખામણીમાં લાલ બટેટા વધારે ફાયદાકારક માનવામાં આવે છે. તો ચાલો તમને જણાવીએ લાલ બટેટામાં કયા કયા પોષક તત્વો હોય છે. 

Red Potato: લાલ બટેટાના પોષકતત્વો અને ફાયદા જાણશો તો સફેદ બટેટા ખાવાનું છોડી દેશો

Red Potato: બટેટાને શાકનો રાજા કહેવાય છે. બટેટા વિના કોઈપણ શાક અધૂરું લાગે છે. ઘણા લોકોના ઘરમાં તો દરેક શાકમાં બટેટા ઉમેરવામાં આવે છે. બટેટાથી ફક્ત શાક બને છે એવું નથી તેનો ઉપયોગ ચિપ્સ, પકોડા, પરોઠા અને ચાટ બનાવવામાં પણ થાય છે. બટેટાનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ વાનગીઓ બને છે. બટેટાનું નામ આવે એટલે મગજમાં સફેદ બટેટું જ દેખાય છે. પરંતુ શું તમે જાણો છો કે સફેદ આ બટેટાની જેમ લાલ બટેટા પણ મળે છે ? 

આ પણ વાંચો:

વધારે પડતો બટેટાનો ઉપયોગ કરવાની ના લોકો કરતા હોય છે. કારણ કે સફેદ બટેટા કેટલીક બાબતોમાં શરીર માટે નુકસાનકારક પણ છે. પરંતુ તેની સામે લાલ બટેટા ઘણા બધા પોષક તત્વોથી ભરપૂર હોય છે. સફેદ બટેટાની સરખામણીમાં લાલ બટેટા વધારે ફાયદાકારક માનવામાં આવે છે. તો ચાલો તમને જણાવીએ લાલ બટેટામાં કયા કયા પોષક તત્વો હોય છે. 

લાલ બટેટાના પોષક તત્વો 

- લાલ બટેટામાં એન્થોસાઈનીન નામનું એન્ટીઓક્સિડન્ટ હોય છે જે શરીરને ફ્રી રેડીકલ્સથી બચાવે છે. સાથે જ સેલ્સને ડેમેજ થતા પણ અટકાવે છે. આ એન્ટિઓક્સિડન્ટ હ્રદયની બીમારી અને કેન્સર જેવી ગંભીર બીમારીના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. 

- લાલ બટેટામાં વિટામીન b6, પોટેશિયમ અને ફાઇબર વધારે માત્રામાં હોય છે. આ પોષક તત્વ શરીરની ઓવરઓલ હેલ્થને સારી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. 

- લાલ બટેટામાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ સફેદ બટેટાની સરખામણીમાં ઓછો હોય છે. તેના કારણે બ્લડ સુગર લેવલ સ્થિર રાખવા માટે મદદ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે લાલ બટેટા સફેદ બટેટાની સરખામણીમાં લાભદાયક સાબિત થાય છે 

- લાલ બટેટામાં પોટેશિયમ હાઈ માત્રામાં હોય છે. જે હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. હૃદયના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં પણ મદદ કરે છે. 

- લાલ બટેટા સફેદ બટેટાની સરખામણીમાં ફાઇબરથી ભરપૂર હોય છે જે પાચનતંત્રને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. આ બટેટા કબજિયાત જેવી બીમારીને દૂર કરવામાં મદદગાર છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news