Roti In Breakfast: સવારે નાસ્તામાં આ રોટલી ખાશો તો આખો દિવસ બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં

Roti In Breakfast: ડાયાબિટીસ એવી સમસ્યા છે જે આજના સમયમાં મોટાભાગના લોકોને સતાવે છે. ડાયાબિટીસનું મુખ્ય કારણ આહાર અને ખરાબ લાઈફસ્ટાઇલ છે. ડાયાબિટીસ હોય તો બ્લડ સુગરને કંટ્રોલ કરવા માટે ખોરાક પર ખાસ ધ્યાન આપવું.  ડાયાબિટીસ હોય અને બ્લડ સુગર કંટ્રોલમાં ન રહેતું હોય તો તમે સવારે નાસ્તામાં વાસી રોટલી ખાઈ શકો છો. વાસી રોટલી ખાવાથી બ્લડ સુગરને કંટ્રોલ કરી શકાય છે. તો ચાલો તમને જણાવીએ વાસી રોટલી ખાવાથી કયા ફાયદા થાય છે. 

ડાયાબિટીસમાં વાસી રોટલી 

1/6
image

સુગર કંટ્રોલ કરવા માટે વાસી રોટલીનું સેવન કરી શકાય છે. તેમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે જે સુગરના અવશોષણને ઘટાડે છે. સવારના નાસ્તામાં વાસી રોટલી ખાવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહી શકે છે. 

શરીરને ઠંડક 

2/6
image

દૂધમાં વાસી રોટલી ઉમેરીને ખાવાથી શરીરને ઠંડક મળે છે. માનવામાં આવે છે કે ઉનાળા દરમિયાન આ નાસ્તો કરવાથી શરીરનું તાપમાન નિયંત્રણમાં રહે છે. ઉનાળામાં વાસી રોટલી અને દૂધનું સેવન પેટને ઠંડક કરે છે.

બ્લડ પ્રેશરમાં ફાયદો 

3/6
image

સવારે ઠંડા દૂધ સાથે વાસી રોટલી ખાવાથી બ્લડપ્રેશરની સમસ્યામાં પણ ફાયદો થઈ શકે છે. રોટલી ને દૂધમાં 10 મિનિટ માટે પલાળી નાસ્તામાં ખાવી જોઈએ. તેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખવામાં મદદ મળે છે. 

રોજનો નાસ્તો

4/6
image

ડાયાબિટીસ હોય તેમણે વાસી રોટલીને સવારે નાસ્તામાં દૂધ સાથે ખાવી જોઈએ. નિયમિત રીતે આ વસ્તુ ખાવાથી થોડા દિવસમાં ફાયદો દેખાવા લાગશે. 

કેટલા કલાક પહેલા બનેલી હોવી જોઈએ રોટલી?

5/6
image

વાસી રોટલી ખાવી તેનો મતલબ એ નથી કે બે દિવસ જુની રોટલી ખાવી. જો સવારે નાસ્તામાં ઠંડી રોટલી ખાવી હોય તો તે 15 કલાકથી વધારે સમયથી સ્ટોર કરેલી ન હોવી જોઈએ. એટલે કે રાત્રે બનાવેલી રોટલી સવારે નાસ્તામાં ખાઈ શકાય છે.

6/6
image