Curd Benefits: શિયાળો શરૂ થાય એટલે ખાવા પીવાની કેટલીક બાબતો પર પાબંદી લાગી જાય છે. ખાસ કરીને દહીં શિયાળામાં ખાવું કે નહીં તે વાત ચર્ચાનો વિષય હંમેશાથી રહી છે. મોટાભાગના લોકો માને છે કે દહીંની તાસીર ઠંડી હોય છે તેથી શિયાળામાં દહીં ઓછું ખાવું જોઈએ. શિયાળામાં દહીં ખાવાથી શરદી-ઉધરસ થઈ જાય છે. આવી ધારણાઓ લોકોના મનમાં હોય છે પરંતુ ખરેખર આ ધારણાઓ સાચી છે ? આજે તમને જણાવીએ કે સ્વાસ્થ્ય નિષ્ણાંતો શિયાળામાં દહીં ખાવા વિશે શું કહે છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:Dry Fruits: પાણી કે દૂધ ? ડ્રાયફ્રુટને કઈ વસ્તુમાં પલાળીને ખાવાથી વધારે ફાયદો થાય ?


આયુર્વેદ અને દહીં 


આયુર્વેદ અનુસાર દહીંની તાસીર ગરમ હોય છે. નિષ્ણાંતો જણાવે છે કે ઠંડીના આ વાતાવરણમાં દહીં ખાવાથી શરીરને ઘણા બધા સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે. દહીં પ્રોબાયોટિક્સ ફૂડ છે જે પાચનતંત્રને મજબૂત કરવાનું કામ કરે છે અને ઇમ્યુમ સિસ્ટમને સુધારી શકે છે. 


દહીં ખાવાથી થતા ફાયદા 


1. દહીમાં રહેલા ગુડ બેક્ટેરિયા પાચનતંત્રને સ્વસ્થ રાખે છે અને કબજિયાત ગેસ એસિડિટી જેવી સમસ્યાઓને ઘટાડે છે. 


આ પણ વાંચો: Pomegranate: દાડમના આ ફાયદા વિશે જાણી તમે પણ રોજ પીવા લાગશો દાડમનું જ્યૂસ


2. દહીં કેલ્શિયમ અને વિટામિન ડીનો સૌથી સારો સોર્સ છે. તેને ખાવાથી હાડકા મજબૂત થાય છે અને હાડકાની બીમારીઓથી બચાવમાં મદદ મળે છે. 


3. દહીંનું નિયમિત સેવન કરવાથી બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે અને હાઈ બ્લડ પ્રેશર પણ ઓછું કરવામાં મદદ મળે છે. 


4. દહીં ભૂખને કંટ્રોલ કરવામાં અને વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. 


આ પણ વાંચો: Garlic: તકિયા નીચે 2 કળી લસણ રાખીને સુવો, જલ્દી આવશે ઊંઘ અને આ સમસ્યાથી પણ રાહત મળશે


5. દહીંમાં જે ગુડ બેક્ટેરિયા હોય છે તે સ્ટ્રેસ અને ચિંતાને ઘટાડવામાં મદદ કરી શકે છે. 


શિયાળામાં દહીં ખાવાની સાચી રીત 


સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે શિયાળામાં દહીં ખાઈ શકાય છે પરંતુ ફ્રીજમાં રાખેલું ઠંડુ દહીં ખાવાથી બચવું. રૂમ ટેમ્પરેચર પર સેટ કરેલું દહીં ખાવું ફાયદાકારક છે. આ સિવાય અસ્થમા, સાઈનસ કે ગળાની સમસ્યા હોય તે લોકોએ દહીં ખાવાનું ટાળવું. દહીં સાથે મધ કે ગોળ મિક્સ કરીને ખાવાથી શરીરને ઝડપથી એનર્જી મળે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)