Garlic: તકિયા નીચે 2 કળી લસણ રાખીને સુવો, જલ્દી આવશે ઊંઘ અને આ સમસ્યાઓથી પણ રાહત મળશે

Garlic Benefits: તકિયા નીચે લસણ રાખવું એક નેચરલ ઉપાય છે. રાત્રે લસણને તકિયા નીચે રાખવાથી સારી ઊંઘ આવે છે અને સ્વાસ્થ્યને પણ લાભ થાય છે. આજે તમને જણાવીએ આ અંગે વિગતવાર.

Garlic: તકિયા નીચે 2 કળી લસણ રાખીને સુવો, જલ્દી આવશે ઊંઘ અને આ સમસ્યાઓથી પણ રાહત મળશે

Garlic Benefits: દાદી-નાનીના સમયથી તકિયા નીચે લસણ રાખીને સુવાનો નુસખો ચાલતો આવે છે. પરંતુ આ વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. આ કોઈ ટોટકો નથી પરંતુ આ એક એવો નેચરલ ઈલાજ છે જેનાથી સ્વાસ્થ્યમાં સુધારે જોવા મળી શકે છે. તકિયા નીચે લસણ રાખવું એક ઘરેલુ નુસખો છે. આયુર્વેદમાં લસણને દવા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. લસણના વિવિધ ઉપયોગ વિશે તો લોકો જાણતા પણ હોય છે પરંતુ આ નુસખા વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. 

લસણને ખાધા વિના પણ તેનાથી થતા સ્વાસ્થ્ય લાભને મેળવી શકાય છે. લસણથી ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાથી રાહત મળી શકે છે. જો તમે લસણ ખાતા નથી તો તેને તકિયા નીચે રાખીને સૂવાનું શરૂ કરો. થોડા જ દિવસોમાં તમને શરીરમાં ફાયદા જોવા મળશે. તકિયા નીચે લસણ રાખવાથી કયા કયા ફાયદા થાય છે ચાલો તમને જણાવીએ. 

નેચરલ દવા છે લસણ 

લસણમાં ઘણા બધા પોષક તત્વો હોય છે. કેમકે વિટામીન સી, વિટામીન b6, મેંગેનીઝ અને સેલેનિયમ. આ સિવાય તેમાં એલીસીન નામનું યૌગિક હોય છે. જે શરીરમાં સોજા ઘટાડે છે અને રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂત કરવાનું કામ કરે છે. લસણ બીપીને પણ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. 

તકિયા નીચે લસણ રાખવાના ફાયદા 

લસણની તીવ્ર ગંધ શારીરિક અને માનસિક આરામ વધારે છે. લસણમાં એવા એન્ટિઓક્સિડન્ટ હોય છે જે શરીરના સ્ટ્રેસને ઘટાડવામાં મદદ કરે છે જેના કારણે ઊંઘ ઝડપથી અને સારી આવે છે. 

ઇન્ફેક્શનથી બચાવ

લસણમાં નેચરલ બેક્ટેરિયલ અને એન્ટિવાયરલ ગુણ હોય છે. જ્યારે તમે લસણને તકિયા નીચે રાખો છો તો તે હવામાં ફેલાઈને શરીરના બેક્ટેરિયા અને વાઇરસ સામે લડવામાં મદદ કરે છે. શરદી અને ઉધરસની સમસ્યામાં પણ આ ઉપાય ઉપયોગી છે. 

શારીરિક ઉર્જા વધે છે 

લસણ શરીરમાં ઊર્જાનું સ્તર વધારે છે. જો તમે નીચે લસણ રાખો છો તો દિવસ પર તાજગી અને ઊર્જા અનુભવ કરશો. તેનાથી શરીર ડિટોક્ષ પણ થાય છે. 

મચ્છરથી બચાવ 

તકિયા નીચે લસણ રાખશો તો લસણની તીવ્ર ગંધથી મચ્છર તમારા આસપાસ પણ નહીં ફરકે. એટલે કે મચ્છર કરવાનુ રિસ્ક ઘટી જશે. 

કેવી રીતે તકિયા નીચે રાખવું લસણ ?

તકિયા નીચે લસણ રાખવું હોય તો એક કે બે લસણની કળીને ફોલી અને તકિયાની નીચે રાખો. સુવાના થોડા કલાક પહેલા જ લસણ તકિયા નીચે રાખી દેવું જેથી રૂમમાં લસણની ગંધ ફેલાઈ જાય.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news