Gond Benefits: શિયાળામાં રોજ પીશો ગુંદની રાબ તો નખમાં પણ નહીં રહે રોગ, જાણો તેના લાભ અને બનાવવાની રીત
Gond Benefits: ગુંદની રાબ સ્વાદિષ્ટ હોવાની સાથે શરીરને જરૂરી પોષક તત્વો પણ પૂરા પાડે છે, જેના કારણે શિયાળામાં સ્વસ્થ રહેવામાં મદદ મળે છે. આજે તમને જણાવીએ કે શિયાળામાં ગુંદની રાબ પીવાથી શરીરને કેટલા ફાયદા થાય છે અને આ રાબ કેવી રીતે બનાવવી.
Gond Benefits: શિયાળો કેટલાક સુપરફૂડની સીઝન હોય છે. વર્ષ દરમિયાન આ ઋતુમાં જ કેટલીક વસ્તુઓનું સેવન કરવામાં આવે છે. આ સુપર ફૂડનું સેવન શિયાળામાં કરવામાં આવે તો તેનાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે. આવા જ વિવિધ સુપર ફૂડમાંથી એક છે ગુંદ. ગુંદ ઘણા બધા પોષક તત્વોથી ભરપૂર હોય છે અને શિયાળામાં તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. ગુંદનો ઉપયોગ અલગ અલગ વસ્તુઓમાં કરવામાં આવે છે પરંતુ જો તમે તેની રાબ બનાવીને પીવો છો તો તેનાથી શરીરને ગજબના ફાયદા થાય છે.
ગુંદની રાબ સ્વાદિષ્ટ હોવાની સાથે શરીરને જરૂરી પોષક તત્વો પણ પૂરા પાડે છે, જેના કારણે શિયાળામાં સ્વસ્થ રહેવામાં મદદ મળે છે. આજે તમને જણાવીએ કે શિયાળામાં ગુંદની રાબ પીવાથી શરીરને કેટલા ફાયદા થાય છે અને આ રાબ કેવી રીતે બનાવવી.
આ પણ વાંચો: Leftover Rice: કુક કર્યાના 3 કલાક પછી ભાત થઈ જાય છે વાસી, ખાવાથી થઈ શકે છે આ બીમારીઓ
ગુંદની રાબથી થતા ફાયદા
- ગુંદમાં ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે જે પાચન કાર્યને બુસ્ટ કરે છે. સાથે જ ખાધેલું ભોજન પચાવવામાં મદદ કરે છે જેના કારણે બાઉલ મુવમેન્ટ સ્મુધ થઈ જાય છે.
- ગુંદનું સેવન શિયાળામાં કરવાથી ત્વચા પર પ્રાકૃતિક ગ્લો આવે છે અને સ્કિનનું ટેક્સચર પણ સ્મુધ બને છે. ગુંદમાં રહેલા તત્વ સ્કીનમાં મોઈશ્ચરને લોક કરે છે જેના કારણે ત્વચા પર વૃદ્ધત્વની અસર પણ દેખાતી નથી.
આ પણ વાંચો: દિવસ દરમિયાન સમય મળે ત્યારે ખાઈ લેવા 1 મુઠ્ઠી દાળિયા, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
- ગુંદમાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટી ઈન્ફ્લેમેટરી કમ્પાઉન્ડ હોય છે. ગુંદમાં એવા તત્વ હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે જેના કારણે શિયાળામાં થતી શરદી, ઉધરસ, ગળામાં ઇન્ફેક્શન જેવી બીમારી થવાનું જોખમ ઓછું થાય છે.
- નિયમિત રીતે ડાયટમાં ગુંદ લેવાથી શરીરને જરૂરી ઊર્જા મળે છે. જો તમે ગુંદની રાબનું સેવન કરો છો તો તેનાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે અને બોડીની ફેટ બર્નિંગ કેપેસિટી વધી જાય છે. ગુંદની રાબ પીવાથી પાચન ક્રિયા સુધરે છે અને વજન ઝડપથી ઘટે છે.
આ પણ વાંચો: દેશી ઘીમાં આ વસ્તુઓ ઉમેરી ખાશો તો શરીરને થશે ગજબના ફાયદા, નખમાં પણ નહીં રહે રોગ
- ગુંદ મેગ્નેશિયમ અને કેલ્શિયમથી ભરપૂર હોય છે. ગુંદની રાબ પીવાથી દાંત અને હાડકાને ફાયદો થાય છે. ગુંદને પીસીને સાંધા પર લગાડી પણ શકાય છે. પરંતુ જો તમે ગુંદની રાબ પીવાનું રાખશો તો સાંધાના દુખાવાની સમસ્યા દૂર થઈ જશે.
ગુંદની રાબ બનાવવાની રીત
સૌથી પહેલા એક વાસણમાં ઘી ગરમ કરો અને તેમાં ગુંદને શેકી લો. ગુંદ ફૂલી જાય એટલે તેમાં પાણી ઉમેરો અને મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો. પાણી ઉકળી જાય એટલે તેમાં જરૂર અનુસાર ગોળ અને સૂકું નાળિયેર ઉમેરો. આ રાબમાં તમે કાજુ અને બદામને પણ ઉમેરી શકો છો. પાંચ મિનિટ ધીમા તાપે રાબને ઉકાળો અને પછી ગરમ હોય ત્યારે તેનું સેવન કરો.
આ પણ વાંચો: અનેક ગુણોનો ભંડાર છે ગુલાબી જામફળ, બ્લડ સુગર કંટ્રોલમાં રાખવા ઉપરાંત કરે છે આ ફાયદા
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)